આવતીકાલથી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, ત્રણ દિવસ રોકાશે
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. આવતી કાલે એટલે કે 7 ડિસેમ્બરના રોજ અરવિંદ કેજરીવાલ ગુજરાત પહોંચશે. આવતીકાલે સાંજે રાજકોટ એરપોર્ટ ખાતે આવશે અને 3 દિવસ ગુજરાતમાં રોકાશે.
આ રણનીતી તૈયાર કરશે આમ આદમી પાર્ટી
દરમિયાન BLOની વેદના અને ખેડૂત આપઘાત, આ ઘટના બાબતે રણનીતી તૈયાર કરવામાં આવશે. મહત્વનું છે કે, હડદડમાં જે ખેડૂતો છૂટેલા છે તેમનું સન્માન કરવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે.
આ કાર્યક્રમની જાણકારી આપતા આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠીયા પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, અમારા પર જે હુમલાઓ થશે તેને અમે આભૂષણ સમજીને સ્વીકારીશું. હેમંત ખવા કોંગ્રેસના નેતા હતા અને તેઓ હાલ AAPના ધારાસભ્ય છે એટલે હુમલો કરનાર સાથે એમનો ફોટો જૂનો હોય શકે છે. સોરઠીયાએ કેજરીવાલના ગુજરાત પ્રવાસની માહિતી આપી હતી.
AAPનું કોંગ્રેસને આ મામલે સમર્થન
વધુમાં સોરઠીયાએ કહ્યું કે, અગાઉ ભાજપના કાર્યકર્તાઓએ ઘણી સભાઓ ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ કર્યો અને તેમાં ભાજપની બદનામી થતી હતી એટલે હવે કોંગ્રેસને આગળ કરાઈ રહી છે. AAP કોંગ્રેસનો વિરોધ કરે છે પણ દારૂ બંધી માટે સમર્થન છે. આમ આદમી પાર્ટી હમેંશા દારૂ અને ડ્રગ્સ વિરોધી રહી છે. લોક તંત્રની અંદર પોતાની વાત રજૂ કરવાનો અને વિરોધ કરવાનો લોકોને અધિકાર છે.
કેજરીવાલનો ગુજરાત પ્રવાસ;
કેજરીવાલનો આ પ્રવાસ રાજકીય દ્રષ્ટિકોણથી ઘણો મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, જેમાં તેઓ સૌરાષ્ટ્રના રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવશે.
- 7 ડિસેમ્બરે સાંજે 7:15 વાગ્યે દિલ્હીથી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આગમન.રાજકોટની ફોર્ચ્યુન હોટેલમાં ત્રણ દિવસ રોકાણ.
- 8 ડિસેમ્બરે બોટાદના હડદડ ગામમાં 'કડદા પ્રથા'ના વિરોધમાં થયેલા ઘર્ષણ બાદ ધરપકડ કરાયેલા AAP નેતાઓને જેલમાં મળશે. જ્યારે રાત્રિના સમયે કોટડા સાંગાણીના અરડોઈ ગામમાં પાક નિષ્ફળ જવાના કારણે જીવ ટૂંકાવનાર 50 વર્ષીય ખેડૂત દિલીપ વિરડીયાના પરિવારજનોની મુલાકાત લેશે.
- ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું તે મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજશે.
- 9 ડિસેમ્બર સાંજે 6:00 વાગ્યે રાજકોટના હીરાસર એરપોર્ટ પરથી દિલ્હી પરત ફરશે.








