Bhavnagar news: પંડ્યા સ્વીટની મીઠાઈમાંથી જીવાત નીકળતા ગ્રાહકની ફરિયાદ, ફૂડ વિભાગે લીધા સેમ્પલ
ભાવનગર શહેરના બોરતળાવ રોડ ઉપર આવેલી પંડ્યા મીઠાઈની દુકાનમાંથી લીધેલી મીઠાઈમાં જીવાત નીકળી હ

ભાવનગર શહેરના બોરતળાવ રોડ ઉપર આવેલી પંડ્યા મીઠાઈની દુકાનમાંથી લીધેલી મીઠાઈમાં જીવાત નીકળી હોવાના આક્ષેપ અને ફરિયાદને લઈ ફુડ વિભાગ દ્વારા સેમ્પલ લેવાયા છે. સેમ્પલને લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા, જે બાદ કાર્યવાહી કરવામાં આવશે.
મીઠાઈના સેમ્પલ એકત્ર કરાયા
ભાવનગર શહેરના બોરતળાવ રોડ પર આવેલી જાણીતી પંડ્યા મીઠાઈ નામની દુકાન વિવાદમાં સપડાઈ છે. ગ્રાહકે આ દુકાનમાંથી લીધેલી મીઠાઈ, ખાસ કરીને ખજૂર પાકમાંથી જીવાત નીકળી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. ગ્રાહક દ્વારા આ અંગે લેખિત ફરિયાદ કરવામાં આવતા આજે ભાવનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક પંડ્યા મીઠાઈની દુકાને દોડી ગઈ હતી. ટીમે સ્થળ પરથી મીઠાઈના સેમ્પલ એકત્ર કર્યા હતા.




