મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પૂર્વ IPS અધિકારી કુલદીપ શર્મા સામે ધરપકડ વોરંટ જારી, 1984ના કેસમાં આવ્યો ચુકાદો

પૂર્વ IPS અધિકારી કુલદીપ શર્મા સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે

પૂર્વ IPS અધિકારી કુલદીપ શર્મા સામે ધરપકડ વોરંટ જારી, 1984ના કેસમાં આવ્યો ચુકાદો

પૂર્વ IPS અધિકારી કુલદીપ શર્મા સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. ભુજની સેશન્સ કોર્ટે 1984ના કેસમાં આ ધરપકડ વોરંટ જારી કર્યુ છે. સાથે કુલદીપ શર્માને 15 દિવસમાં કોર્ટમાં હાજર થવા હુકમ કર્યો છે. જણાવી દઈએ કે, કચ્છના ઇભલા શેઠને માર મારવાના કેસમાં કોર્ટે વોરંટ ઇસ્યુ કર્યું છે. મળતી માહિતી મુજબ સજા બાદ કુલદીપ શર્માએ સરન્ડર ના કરતાં કોર્ટે આ એરેસ્ટ વોરન્ટ જારી કર્યું હતું.

શું કર્યું હતુ કુલદીપ શર્માએ?

ગત ફેબ્રુઆરીમાં ઇભલા શેઠને માર મારવાના કેસમાં કુલદીપ શર્માને 3 મહિનાની કેદ થઇ હતી. મુસ્લિમ આગેવાન ઇભલા શેઠને માર મારવાનો આ કેસ 1984નો છે. તે સમયે પોલીસ વડા કુલદિપ શર્માને ઇભલા શેઠ મળવા ગયા હતા, ત્યારે કુલદીપ શર્મા સહિત ત્રણ અધિકારીઓએ ઇભલા શેઠને માર માર્યો હતો તેવી ફરિયાદ નોંધાઇ હતી.

કુલદીપ શર્માને ત્રણ મહિનાની સાદી કેદ અને 1 હજાર રુપિયાનો દંડ

ઇભલા શેઠની સાથે કુલદીપ શર્માને મળવા ગયેલા શંકરલાલ જોશી દ્વારા આ ફરિયાદ કરાઇ હતી. તેમાં ભુજ કોર્ટે કુલદીપ શર્માને ત્રણ મહિનાની સાદી કેદ અને 1 હજાર રુપિયાનો દંડ ફટકાર્યો હતો.

આ સમાચાર શેર કરો