અરવલ્લી / કીડીઆદ ગામે વાત્રક નદીમાં ડૂબી જવાથી આર્મી જવાન અને હરણાવ નદીમાં ડૂબવાથી બેના મોત
રાજ્યમાં હમણાં નદી-તળાવો જેવા જળાશયોમાં લોકોના ડૂબી જવાથી મોતન ઘટનાઓ વધી રહી છે. અરવલ્લી જિ

રાજ્યમાં હમણાં નદી-તળાવો જેવા જળાશયોમાં લોકોના ડૂબી જવાથી મોતન ઘટનાઓ વધી રહી છે. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકના કીડીઆદ ગામે વાત્રક નદીમાં ડૂબી જવાથી આર્મી જવાનનું મોત થયું છે. તો સાબરકાંઠામાં હરણાવ નદીમાં ડૂબવાથી બેના મોત થયા છે.
માલપુરના કીડીઆદ ગામે 25 વર્ષીય આર્મી જવાન ભરવાડ તુલસીભાઈ વાત્રક નદીમાં ન્હાવા પડ્યાં હતા. આ દરમિયાન નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતા તેમનું મોત થયું છે. ઘટાનાની જાણ થતા મોડાસા પાલિકા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ કેમેરાની મદદથી આર્મી જવાનના મૃતદેહને શોધીને નદીના પાણીમાંથી બહાર કાઢ્યો હતો. માલપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આર્મી જવાન ભરવાડ તુલસીભાઈના મોતથી કીડીઆદ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક આર્મી જવાન બે દિવસ અગાઉ નોકરીથી વતન આવ્યાં હતા.
સાબરકાંઠામાં હરણાવ નદીમાં ડૂબવાથી બેના મોત
ઉત્તરપ્રદેશના મીરજાપુરના બે યુવાનો રાજસ્થાનના દૈયા વિસ્તારમાં BSNLના મોબાઈલ ટાવર કેબલિંગના કામે આવ્યા હતા. જો કે મટીરીયલ ન આવતા આ બંને યુવાનો પરત જવા નીકળ્યા હતા. રસ્તામાં હરણાવ નદીમાં ન્હાવા પડતા આ બંનેના ડૂબી જવાથી મોત થયા છે. આજે વહેલી સવારે ફાયર બ્રિગેડની ટીમે બંનેના મૃતદેહને બહાર કાઢી વિજયનગર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલ્યાં છે. મૃતક યુવાનોમાં એકની ઉંમર 18 વર્ષ અને બીજાની ઉંમર 24 વર્ષ હતી.








