Video: શામળાજી મંદિરમાં આવતીકાલે ભવ્ય તુલસી વિવાહોત્સવ, હેમંત ચૌહાણની ભજન સંધ્યાનું આયોજન

સોર્સ: gstv

અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં આવતીકાલે કારતક સુદ અગિયારસના પવિત્ર દિવસે ભવ્ય તુલસી વિવાહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભગવાન બાલકૃષ્ણ અને તુલસીજીના લગ્ન પરંપરાગત વિધિ-વિધાન સાથે યોજાશે. બપોરે 1:30 કલાકે ગૃહશાંતિ યજ્ઞ યોજાશે, જ્યારે સાંજે 4:30 કલાકે ઠાકોરજીનો ભવ્ય વરઘોડો નીકળશે. ત્યારબાદ સાંજે 6:30 કલાકે મંદિર પરિસરમાં લગ્નવિધિ સંપન્ન થશે. પ્રસંગને વધુ ભક્તિમય બનાવવા જાણીતા કલાકાર હેમંત ચૌહાણની ભજન સંધ્યાનું પણ આયોજન કરાયું છે. તુલસી વિવાહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય તેવી શક્યતા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત