મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અરવલ્લી: માલપુર માર્કેટયાર્ડના બે વેપારીઓ પર હુમલાની ઘટના, ફરાર બન્ને આરોપીઓ ઝડપાયા

અરવલ્લીના માલપુર માર્કેટયાર્ડના બે વેપારીઓ પર ગત રોજ હુમલાની ઘટના બની હતી. દુકાનના પતરાના

અરવલ્લી: માલપુર માર્કેટયાર્ડના બે વેપારીઓ પર હુમલાની ઘટના, ફરાર બન્ને આરોપીઓ ઝડપાયા

અરવલ્લીના માલપુર માર્કેટયાર્ડના બે વેપારીઓ પર ગત રોજ હુમલાની ઘટના બની હતી. દુકાનના પતરાના પર શેડ પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે વેપારીઓ પર હુમલો કરવામા આવ્યો, જેમા વેપારીઓને લોખંડના સળિયા અને ગડદાપાટુનો માર માટી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

24 કલાકમાં બન્ને આરોપીઓને પોલીસે દબોચ્યા

ઘટના બાદ બન્ને આરોપીઓ ફરાર થયા હતા. જો કે પોલીસે આરોપીઓને ઝડપવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી. 24 કલાકમાં બન્ને આરોપીઓને દબોચી લીધા હતા.

આ પણ વાંચો: VIDEO: અરવલ્લીના માર્કેટયાર્ડમાં નજીવી બાબતે વેપારી પર હુમલો, મારી નાખવાની આપી ધમકી

ઘટનાના CCTV થયા હતા વાયરલ

 દિનેશ પગી અને ધર્મેન્દ્ર પગીને  મહિસાગરના વીરપુરમાંથી દબોચ્યા હતા. સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા હતા. જો કે માલપુર માર્કેટયાર્ડના વેપારીઓએ આ ઘટના બાદ  માલપુર બજાર સજ્જડ બંધ રાખ્યું હતું. પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

આ સમાચાર શેર કરો