VIDEO: અરવલ્લીના માર્કેટયાર્ડમાં નજીવી બાબતે વેપારી પર હુમલો, મારી નાખવાની આપી ધમકી
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સામાન્ય બાબતની બોલાચાલી એવા ઝઘડામાં પરિણામે છે કે તેનો ખરાબ અંત આવ
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સામાન્ય બાબતની બોલાચાલી એવા ઝઘડામાં પરિણામે છે કે તેનો ખરાબ અંત આવે છે. ત્યારે આવી જ એક ઘટના અરવલ્લીમાંથી સામે આવી છે.
બે વેપારીઓ ઉપર હુમલાની ઘટના બની
અરવલ્લીના માલપુર માર્કેટયાર્ડના બે વેપારીઓ ઉપર હુમલાની ઘટના બની હતી. દુકાનના પતરાના પર શેડ પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે વેપારીઓ પર હુમલો કરવામા આવ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદ: વટવામાં પોલીસના દરોડા, 200 કફ સિરપની બોટલ સાથે મહિલાની ધરપકડ
વેપારીઓને લોખંડના સળિયા અને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી
વેપારીઓને લોખંડના સળિયા અને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામા આવી.આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.હાલ ફરિયાદીએ માલપુરના ગુગલી વિસ્તારના બે આરોપી સામે ફરિયાદ નોંધાવી છે અને માલપુર પોલીસે આરોપીઓ ને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે..






