અમદાવાદ: વટવામાં પોલીસના દરોડા, 200 કફ સિરપની બોટલ સાથે મહિલાની ધરપકડ

અમદાવાદમાં ડ્રગ્સ,ચરસ અને ગાંજા માટે પોલીસની ધોંસ વધતા નશીલા પદાર્થોનો વેપલો કરતા યુવાધાન નશો કરવા માટે કફ સિરપનો ઉપયોગ કરી રહ્યા છે બીજી તરફ આ યુવા પેઢીને બરબાદીના માર્ગે ધકેલવા માટે કેટલા તત્વો પણ કફ સિરપ લાવીને આપી રહ્યા છે.
એક મહિલાને કફ સિરપની ૨૦૦ બોટલો સાથે પકડી પાડી
ઝોન-૬ સ્ક્વોર્ડ દ્વારા ચોક્કસ બાતમી આધારે વટવામાં દરોડા પાડીને એક મહિલાને કફ સિરપની ૨૦૦ બોટલો સાથે પકડી પાડી હતી. આ બનાવ અંગે વટવા પોલીસે મહિલા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સદ્ભાવના ચાર માળિયા મકાનમાં પોલીસે દરોડો પાડીને મહિલાના ઘરમાંથી રૃા. ૩૬,૬૩૦ કિંમતની સિરપની બોટલો કબજે કરી હતી.
આ પણ વાંચો: અમદાવાદ: ક્રાઈમના વધતા બનાવો વચ્ચે 13 પોલીસકર્મીઓની અન્ય જિલ્લામાં બદલી
ઝોન-૬ના પી.એસ.આઇ, એમ.આર.બ્રહ્મભટ્ટને મળેલી ચોક્કસ બાતમી આધારે પોલીસ ટીમે વટવા સદ્ભાવના ચાર માળિયામાં એક મકાનમાં દરોડો પાડયો હતો અને મહિલના ઘરમાંથી નશો કરવા માટે ઉપયોગમાં લેવાઇ રહેલી કફ સિરપની રૃા. ૩૬,૬૩૦ કિંમતની કુલ ૨૦૦ જેટલી બોટલો મળી આવી હતી.

