અમદાવાદ: ક્રાઈમના વધતા બનાવો વચ્ચે 13 પોલીસકર્મીઓની અન્ય જિલ્લામાં બદલી

અમદાવાદમાં છેલ્લા એક મહિનામાં 8થી 10 હત્યાના બનાવો બનતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 13 પોલીસકર્મીઓની અન્ય જિલ્લાઓમાં બદલી કરી દેવામાં આવતા પોલીસ વિભાગમાં સોંપો પડી ગયો છે.
રાજેન્દ્રસિંહ અજીતસિંહ ગોહિલની તાપી, કેયુર ધીરુભાઈ બારોટની જૂનાગઢ, સિરાજ રજાક મન્સુરીની પોરબંદર, હરવિજયસિંહ ચાવડાની અમરેલી, જગદીશ પટેલની પશ્ચિમ કચ્છ ભુજ અને મહેન્દ્રસિંહ દરબારની જામનગર બદલી કરવામાં આવી છે.


