મોડાસાના ડો.ઇસરાનીની હત્યા કરવા કોણે આપી હતી સોપારી?, આરોપીઓએ પોલીસ સમક્ષ કરી કબૂલાત
અરવલ્લી જિલ્લાના મોડાસાના ડોક્ટરની હત્યાની સપારી લેનાર બે શખ્સોને દબોચી લીધા છે, અન્ય બ

અરવલ્લી જિલ્લાના મોડાસાના ડોક્ટરની હત્યાની સપારી લેનાર બે શખ્સોને દબોચી લીધા છે, અન્ય બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પડવા પોલીસની ટિમ મધ્યપ્રદેશના મંદસોર જવા રવાના થઈ છે..
ડોક્ટરના હોસ્પિટલ સામે તેમની રેકી કરતા હતા
મોડાસાના ખ્યાતનામ તબીબને મારી નાખવાની સોપારી લેનાર બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. શહેરના ખ્યાતનામ ડો.અશોક ઈસરાનીને જાનથી મારી નાખવા માટે આવેલા આંતરરાજ્યના બે શખ્સો પોલીસ ગિરફતમાં આવી ગયા છે.
શહેરના બસપોર્ટ વિસ્તારમાં રાત્રીના સમયે શંકાસ્પદ બાઈકના આધારે પોલીસે બે શખ્સોને ઝડપી પાડી તેમની સઘન પૂછપરછ કરતા તેઓએ મોડાસાના તબીબ ડો.અશોક ઇસરાનીને મારી નાખવાની સોપારી લીધી હોવાનું સામે આવ્યું હતું. આ બંને શખ્સો બસપોર્ટ પાસે આવેલા તબીબના હોસ્પિટલ સામે તેમની રેકી કરતા હતા તે સમયે પોલીસે બંને ને શંકાના આધારે ઝડપી પડતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
તબીબના સાઢુએ આપી હતી સોપારી
તપાસમાં સામે આવ્યું છે કે આ તબીબને મારવા માટે તેમના સાઢુ કમલ હોતાણીએ જ મારવા માટેની સોપારી આપી હતી. પોલીસે સમગ્ર મામલે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે, હાલ તો બે શખ્સોની પોલીસે ઝડપી પડ્યા છે તો અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવા પોલીસની એક ટીમ મંદસોર રવાના થઈ છે. મોડાસા લીઓ પોલીસ ચોકી ખાતે ફરજ બજાવી રહેલા બે પોલીસકર્મીઓ મહેશ સુરેન્દ્રભાઈ અને નિતેશ રમણભાઈની સરાહનીય કામગીરીથી તબીબનો જીવ બચ્યો છે.








