જામનગર: ‘એડવોકેટ હારૂન પાલેજા’ હત્યા કેસ, સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે અનિલ દેસાઈની નિમણૂંક
જામનગરના બેડી વિસ્તારમાં 13 માર્ચ 2024 ના સાંજના સમયે એડવોકેટ હારૂન પલેજાનું આરોપીઓ (1) રજાક ઉર

જામનગરના બેડી વિસ્તારમાં 13 માર્ચ 2024 ના સાંજના સમયે એડવોકેટ હારૂન પલેજાનું આરોપીઓ (1) રજાક ઉર્ફે સોપારી (2) બશીરભાઇ સાયચા (3) સિંકદરભાઇ ઉર્ફે સિકલો સાયચા (4) દિલાવર કકલ (5) સુલેમાન કકલ (6) રમજાનભાઇ સાયચા (7) ઇમરાન સાયચા (8) એજાઝ સાયચા (9) ગુલામ સાયચા (10) મહેબુબ સાયચા (11) ઉમર ચમડીયા (12) શબીર ચમડીયા (13) અસગર સાયચા વગેરે દ્રારા કાવતરૂં રચી તિક્ષણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી.
અનિલ દેસાઇની સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક કરવામાં આવી
સરકારના કાયદા વિભાગમાં આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક કરવા માટે વકીલ મંડળ તથા આમ પ્રજા તરફથી રજુઆત થઇ હતી. જેના અનુસંધાને તાજેતરમાં રાજ્યના કાયદા વિભાગે રાજકોટના પૂર્વ જિલ્લા સરકારી વકીલ અને પબ્લિક પ્રોસિક્યુટર, રાજકોટ બાર એસોસિયેશનના પૂર્વ પ્રમુખ, રાજકોટના નામાંકિત સિનિયર એડવોકેટ અનિલ દેસાઇની સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
જાણીતા સિનિયર એડવોકેટ અનીલભાઇ દેસાઇ એ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના સંખ્યાબંધ ચકચારી કેસોમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે તેમની ફરજ બજાવેલી છે અને ચકચારી કેસોમાં કુખ્યાત ગુનેગારોને સજા અપાવેલી છે. અનિલ દેસાઇ હાલ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે સૌરાષ્ટ્ર-કચ્છના મહત્ત્વના જિલ્લાના જામનગર,મોરબી, રાજકોટ, પોરબંદર, અમરેલી,કચ્છ-ભુજ સહિતના જીલ્લાઓમા સરકાર તરફે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે સંખ્યાબંધ કેસોમાં નિમણૂંક થયેલી છે.






