મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ શહેરમાં વધુ એક છ લેનનો બ્રિજ બનાવાશે

અમદાવાદ શહેરના નાગરિકોને હવે ટ્રાફિકથી રાહત મળે તેવા સમાચાર છે. હવે અમદાવાદને એક બ્રિજ બનાવવામાં આવશે.

અમદાવાદ શહેરમાં વધુ એક છ લેનનો બ્રિજ બનાવાશે

અમદાવાદ શહેરના નાગરિકોને હવે ટ્રાફિકથી રાહત મળે તેવા સમાચાર છે. હવે અમદાવાદને એક બ્રિજ બનાવવામાં આવશે. જેથી ટ્રાફિક અને બીજી સમસ્યાઓનો અંત આવશે. જેથી શહેરની રોનકમાં વધારો થશે.સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ટુ હેઠળ નદીના પશ્ચિમ કાંઠે અચેર ડેપોથી પૂર્વ તરફ કેમ્પ સદર બજાર વચ્ચે છ લેનનો બરાક કમ બ્રિજ બનાવવામાં આવશે. 

આ બ્રિજ બનાવવા માટે 249.92 કરોડ ખર્ચ કરવામાં આવશે. એપ્રિલ-2027 સુધીમાં આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ બ્રિજ બનવાને કારણે પશ્ચિમ વિસ્તારમાં ચાંદખેડા, સાબરમતી, મોટેરા તેમજ પૂર્વ વિસ્તારમાં એરપોર્ટ તેમજ હાસોલ વિસ્તારને સીધી કનેક્ટિવિટ મળશે. નવો છ લેનના બ્રિજની લંબાઈ 1048.08 મીટર હશે. મુખ્ય બ્રિજના ડેકના નીચેના ભાગે ત્રણ મીટર પહોળાઈની ટેન્શન સાથેની ફૂટપાટ બનાવવામાં આવશે.  

આ ફૂટપાટ રોડના લેવલથી નીચેના ભાગે હોવાથી ટ્રાફિકના અવરોધ વગર નદી તેમજ રિવરફ્રન્ટ નો નજારો નિહાળી શકશે બ્રિજ ઉપરાંત બેરેજ બનવાને  કારણે પાણીનો સંગ્રહ થઈ શકશે. જેને કારણે પાણીની સમસ્યાઓના સમયે પાણીનો ઉપયોગ કરી શકાશે.

આ સમાચાર શેર કરો