મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહેસાણાના ગોઝારિયાનો NRI યુવક બે દિવસથી ગુમ થતા અનેક તર્ક-વિતર્ક

મહેસાણા જિલ્લાના ગોઝારિયાનો એનઆરઆઈ યુવક અમેરિકાથી વતન

મહેસાણાના ગોઝારિયાનો NRI યુવક બે દિવસથી ગુમ થતા અનેક તર્ક-વિતર્ક

મહેસાણા જિલ્લાના ગોઝારિયાનો એનઆરઆઈ યુવક અમેરિકાથી વતન આવી પોતાની સાસરી કડી જવા નીકળ્યો હતો. પરંતુ બે દિવસ થવા છતાં કોઈ પતો ન મળતા આખરે પરિવારજનો અને સગા વ્હાલાઓ ચિંતામાં  મૂકાયા હતા. 

ગોઝારિયાના એનઆરઆઈ યુવક દીપક ગોવિંદભાઈ પટેલ નામનો યુવક અમેરિકાથી ગોઝારિયા પોતાના માદરે વતન આવ્યો હતો. તેની પત્નીને અમેરિકા લઈ જવા માટે ભારત આવેલો યુવક અચાનક ગુમ થઈ જતા કડી પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. કડીમાં સાસરીમાં આવીને પાસે બોરિસના ગામના એક્ટિવા લઈ આ એનઆરઆઈ દીપક પટેલ નામનો યુવક અમદાવાદ કોઈ કામ અર્થે ગયો હતો. પરંતુ ગુમ થયા બાદ તેનું અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ છેલ્લુ લોકેશન મળ્યા પછી તે ગુમ થઈ ગયો હતો. 

એનઆરઆઈ દીપક પટેલ ગુમ થતા પરિવારજનોને પોલીસને જાણવા જોગ અરજી આપી છે. જો કે, પોલીસે જાણવા જોગ અરજીને આધારે એનઆરઆઈ યુવકની ગુમ થવાની બાબતને ગંભીર ગણી તપાસ શરૂ કરી છે. 

આ સમાચાર શેર કરો