મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ઘાતક હથિયારો સાથે હત્યાની કોશિષ કરનારી MS ગેંગનો વધુ એક ઝડપાયો

સુરતમાં અસામાજિક તત્ત્વોની સાન ઠેકાણે લાવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે સલાબ

સુરતમાં ઘાતક હથિયારો સાથે હત્યાની કોશિષ કરનારી MS ગેંગનો વધુ એક ઝડપાયો

સુરતમાં અસામાજિક તત્ત્વોની સાન ઠેકાણે લાવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે સલાબતપુરામાં હત્યાની કોશિષ તથા રાયોટિંગના ગુનામાં નાસતા ફરતાં લિંબાયતના કુખ્યાત એમએસ ગેંગના વધુ એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. હજુ પણ આરોપીઓ ફરાર હોવાથી તેને પણ દબોચી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.

હથિયારો સાથે તોડફોડ કરી હતી

એસઓજીને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન લિંબાયત કમરૂનગર તૈયબા મસ્જીદ પાસેથી ઈમરાન ઉર્ફે ડુબ્બરીયા તાહીર શેખને ઝડપી પાડવામાં આવ્યો છે. આ આરોપીઓએ તેની એમએસ ગેંગ સાથે મળીને ગત 25મી એપ્રીલના રોજ રાત્રીના આશરે અગિયારેક વાગ્યે અનવરનગરમાં હથિયારો સાથે તોડફોડ કરી હતી.

પોલીસના અભિયાન પર પાણી ફર્યુ

પોલીસ દ્વારા થોડા દિવસો અગાઉ હથિયારો લોકો સ્વયંભુ જમા કરાવે તે માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જો કે, તેમ છતાં એમએસ જેવી નાની મોટી ગેંગ લોકોમાં પોતાની ધાક જમાવવા માટે થઈને હથિયારો લઈને ફરતી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે કોઈ મોટી ખાનાખરાબી આ ગેંગ સર્જે તે અગાઉ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બની ગયું છે.

આ સમાચાર શેર કરો