મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Kutch news: વધુ એક શાળામાં હથિયારો સાથે મારામારીનો બનાવ, વિદ્યાર્થીને માથામાં ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ 

Kutch news: અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે શાળામાં ધોરણ 10 ના વિદ

Kutch news: વધુ એક શાળામાં હથિયારો સાથે મારામારીનો બનાવ, વિદ્યાર્થીને માથામાં ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ 

Kutch news: અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે શાળામાં ધોરણ 10 ના વિદ્યાથીની ઘાતકી હત્યા બાદ મૃતકના પરિજનોએ શાળામાં જઇ ભારે હોબાળો મચાવ્યો હતો, ત્યારે આજે ભુજની વીડી હાઇસ્કૂલના બે વિદ્યાથીઓ વચ્ચે હાથમાં પહેરવાના પંચ અને કડા જેવા હથિયારો સાથે મારામારી કરતાં એક વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. જો કે આ મામલે હજી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. 

બે વિધાર્થી વચ્ચે થયેલી બબાલનું મનદુઃખ રાખી કરાયો હુમલો

અમદાવાદની સેવન્થ ડે શાળામાં બે વિદ્યાર્થીઓની બબાલ હત્યામાં પરિણમ્યા બાદ આજે સતત બીજા દિવસે મૃતકના પરિવારજનોએ ભારે આક્રોશ સાથે શાળા બહાર ભારે હોબાળો મચાવ્યો હતો, ત્યારે આજે કચ્છ જીલ્લાનાં ભુજ ખાતે આવો જ એક મારામારીનો બનાવ સામે આવ્યો છે, જેમાં એક વિદ્યાર્થીને ગંભીર ઇજા પહોંચી હતી. ભુજની વીડી હાઈસ્કૂલના બે વિધાર્થી હાથમાં પહેરવાના પંચ અને કડા જેવા હથિયારો સાથે સામસામે આવી ગયા હતા. અગાઉ બે વિધાર્થી વચ્ચે થયેલી ગાળાગાળીનું મનદુઃખ રાખી આ હુમલો કરાયો હતો.

આ બબાલ ધો 11 અને 10 ના વિધાર્થી વચ્ચે થઈ હતી. જેમાં ધોરણ-10 ના વિદ્યાર્થીને માથામાં પંચ વાગતા તેને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો. આ બનાવમાં 10થી  વધુના ટોળાએ માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. જો કે આ મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. 

આ સમાચાર શેર કરો