પાટણમાંથી વધુ એક નકલી ડૉક્ટર ઝડપાયો, ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો હતો
ગુજરાત ભરમાં નકલીની બોલબાલા છે. પાટણ જિલ્લાના ગામડાઓમાં દવાખાના બનાવીને ભોળા લોકોને છેતરી તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કર

ગુજરાત ભરમાં નકલીની બોલબાલા છે. પાટણ જિલ્લાના ગામડાઓમાં દવાખાના બનાવીને ભોળા લોકોને છેતરી તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો નકલી ડોક્ટરને પોલીસે ઝડપી લીધો છે.
પાટણમાંથી નકલી ડોક્ટર ઝડપાયો
પાટણના હારીજ તાલુકાના કાતરા ગામના બસ સ્ટેશન પાસે ઓરડીમાં દવાખાનું ચલાવતો નકલી ડૉક્ટર ઝડપાયો છે. અજીત સાબીરભાઇ તુવર નામનો નકલી ડૉક્ટર કોઇ પણ જાતની ડિગ્રી કે સર્ટિફિકેટ વગર ઝોલાછાપ ડોક્ટર એલોપેથીક દવા તથા ઇન્જેક્શન આપીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો.
આ પણ વાંચો: અમરેલી: તાલુકા પંચાયત પ્રમુખના નકલી લેટરપેડ, સહી-સિક્કા સાથે સ્થાનિક ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું
રાજકોટમાંથી પણ ઝડપાયો હતો નકલી ડોક્ટર
આ પહેલા રાજકોટ નજીક આવેલ ત્રંબા ગામના રામજી મંદિર પાસે ક્લિનિક ચલાવતો ડોક્ટર નકલી નીકળ્યો છે. પોલીસે જીગર વલ્લભભાઈ મોલિયા નામના નકલી ડોક્ટરની ધરપકડ કરી હતી.








