મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કલોલ નગરપાલિકામાં લાફાકાંડ બાદ વધુ એક કોર્પોરેટરનું રાજીનામું, 33માંથી 12ના રાજીનામાં પડ્યા, વધુ બેની શક્યતાઓ

ગાંધીનગરની કલોલ નગરપાલિકા લાફાકાંડથી ચર્ચામાં આવી છે. ગત રોજ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સહિત ભાજપના 11

કલોલ નગરપાલિકામાં લાફાકાંડ બાદ વધુ એક કોર્પોરેટરનું રાજીનામું, 33માંથી 12ના રાજીનામાં પડ્યા, વધુ બેની શક્યતાઓ

ગાંધીનગરની કલોલ નગરપાલિકા લાફાકાંડથી ચર્ચામાં આવી છે. ગત રોજ  સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સહિત ભાજપના 11 કોર્પોરેટર્સના ગતરોજ રાજીનામા પડ્યા હતા. આજે કોર્પોરેટર મીનાબેન જેઠવાણીનું રાજીનામું પડ્યું છે. તો બીજી તરફ એ પણ ચર્ચા છે કે સોનાલીબેન ભગોરા (વોર્ડ 9) અને સીમાબેન નાયક (વોર્ડ નંબર 3) પણ રાજીનામું આપી શકે છે.

ભાજપના 33માંથી 12 કોર્પોરેટરનાં રાજીનામા પડ્યા

જો હજુ કોર્પોરેટરોના રાજીનામું પડશે તો કલોલ નગરપાલિકામાં ભાજપ સત્તા ગુમાવી દેશે. પાલિકામાં ભાજપના 33માંથી 12 કોર્પોરેટરનાં રાજીનામા પડ્યા છે. કલોલ પાલિકામાં લાફાકાંડના પડઘા કમલમમાં પડ્યા છે.

(1) ઉષાબેન દિનેશભાઈ રાવળ વોર્ડ નંબર-4

(2) મુકુંદ જશવંતલાલ પરીખ વોર્ડ નંબર-4

(3) કિંજલબેન રીલેષભાઈ પરમાર વોર્ડ -3

(4) નિખિલભાઇ બંસીલાલ બારોટ વોર્ડ નંબર-5

(5) જલ્પાબેન ધર્મેન્દ્રભાઈ શાહ વોર્ડ -5

(6)હિમાક્ષી બેન સોલંકી વોર્ડ -11

(7) પટેલ અલ્પાબેન ભાવેશકુમાર વોર્ડ -9

(8)  રમીલાબેન ભગવાનદાસ પટેલ વોર્ડ -1

(9) શૈલેન્દ્રસિંહ વાઘેલા વોર્ડ – 1

(10) લક્ષ્મીબેન ભૂતડીયા વોર્ડ – 1

(11) રાઠોડ વિરેન્દ્ર સિંહ વોર્ડ – 3

(12)   મીનાબેન જેઠવાણી વોર્ડ- 10

રી-ટેન્ડરિંગ મામલે ભાજપના  બે જૂથો વચ્ચે છૂટા હાથની મારામારી થઇ

ગાંધીનગરની કલોલ નગરપાલિકામાં રી-ટેન્ડરિંગ મામલે ભાજપના  બે જૂથો વચ્ચે છૂટા હાથની મારામારી થઇ હતી, આ ઘટના નગરપાલિકાના  સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સહિતના હોદેદારો સાથે ઘટી હતી.  સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પ્રકાશ વરગડેને લાફા મારવામાં આવ્યા હતા. 

આ સમાચાર શેર કરો