મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નકલી જજ વિરૂદ્ધ અમદાવાદમાં નોંધાઇ વધુ એક ફરિયાદ, જાણો શું છે ઘટના

નકલી લવાદી જજ મોરીસ ક્રિશ્ચિયન વિરૂદ્ધ વધુ એક ફરિયાદ અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

નકલી જજ વિરૂદ્ધ અમદાવાદમાં નોંધાઇ વધુ એક ફરિયાદ, જાણો શું છે ઘટના

નકલી લવાદી જજ મોરીસ ક્રિશ્ચિયન વિરૂદ્ધ વધુ એક ફરિયાદ અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની જમીન પચાવી પાડવા માટે ખોટી રીતે આરબીટ્રેશન પ્રક્રિયા કરી હોવાનો મોરીસ ક્રિશ્ચિયન પર આરોપ છે.

નકલી જજ વિરૂદ્ધ અમદાવાદમાં નોંધાઇ વધુ એક ફરિયાદ

નકલી જજ મોરીસ ક્રિશ્ચિયને 2018માં દસ્તાવેજો ધ્યાને લીધા વગર જ દસક્રોઇના શાહવાડીની જમીનનો એવોર્ડ પસાર કરી દીધો હતો. ખોટા દસ્તાવેજો બનાવી તેનો સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી ગુનાહિત સિન્ડીકેટ રચી ઓર્ગેનાઇઝ ક્રાઇમ મુજબનો ગુનો કર્યો હોવીની ફરિયાદ કારંજ પોલીસે નોંધી છે.

કારંજ પોલીસ આરોપી મોરીસ ક્રિશ્ચિયનનો સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી કબ્જો મેળવીને તપાસ શરૂ કરશે. અત્યાર સુધીમાં મોરીસ ક્રિશ્ચિયન સામે 8 ગુના નોંધાયા છે.

આ પણ વાંચો: અમદાવાદ: પોશ વિસ્તારમાં 20 વર્ષથી પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ ઝડપાયો, લાયસન્સ વગર ક્લિનિક ચલાવતો

મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનના કારનામા

અમદાવાદ શહેરમાંથી ઝડપાયેલા નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનના એક બાદ એક કારનામા સામે આવી રહ્યા છે. આરોપી સામે હાઇકોર્ટની અવમાનના, નકલી જજ બનીને અજ્ઞાની લોકો પાસેથી નાણાં પડાવવા, સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં નકલી વકીલ બનીને કામ કરવું વગેરે જેવા ગંભીર આરોપો લાગ્યા છે. તો 2015માં તેની સામે નોંધાયેલા એક કેસમાં ફરિયાદીએ પોતાની ફરિયાદમાં લખાવ્યું હતું કે મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન 20 વર્ષથી નકલી જજ બનીને અજ્ઞાની લોકોને છેતરી તેમની પાસેથી નાણા પડાવતો હતો.

આ સમાચાર શેર કરો