ગુજરાત રાજ્ય મહિલા આયોગનો વાર્ષિક અહેવાલ વિધાનસભામાં રજૂ, અઢળક અરજીઓનો થયો નિકાલ
ગુજરાત રાજ્ય મહિલા આયોગનો વાર્ષિક અહેવાલ વિધાનસભાના મેજ પર મૂકવામાં આવ્યો હતો. મહિલાઓને સંબંધિત શારીરિક, મ

ગુજરાત રાજ્ય મહિલા આયોગનો વાર્ષિક અહેવાલ વિધાનસભાના મેજ પર મૂકવામાં આવ્યો હતો. મહિલાઓને સંબંધિત શારીરિક, માનસિક, જાતીય સતામણી, દહેજ જેવા કેસમાં મહિલા આયોગને અનેક અરજીઓ મળી છે. એપ્રિલ 2023થી માર્ચ 2024 સુધીના આંકડાઓ વિધાનસભાના મેજ પર મૂકવામાં આવ્યા હતા. એપ્રિલ 2023થી માર્ચ 2024 સુધીમાં 1,532 અરજીઓ મળી હતી.
અગાઉના વર્ષની 662 અરજીઓ પેન્ડિંગ જોવા મળી હતી. વર્ષ 2023-24 અને અગાઉના વર્ષની કુલ અરજી 2,194 અરજી પર મહિલા આયોગે કામગીરી કરી હતી. જેમાંથી 1,491 અરજીઓને નિકાલ કરવામાં આવ્યો છે. 703 અરજી પર હાલમાં પણ કાર્યવાહી ચાલી રહી છે.
ગુજરાત રાજ્ય મહિલા આયોગના વાર્ષિક અહેવાલમાં નારી અદાલત દ્વારા કરવામાં આવેલી કામગીરી પણ વિધાનસભા મેજ પર મૂકવામાં આવી હતી. વર્ષ 2023-24ની નારી અદાલતની કામગીરી વિધાનસભા ગૃહના મેજ પર મૂકવામાં આવી હતી. નારી અદાલતમાં કુલ 4639 અરજીઓ મળી હતી. અગાઉના વર્ષની 60 અરજીઓ પેન્ડિંગ જોવા મળી હતી. વર્ષ 2023-24 અને અગાઉના વર્ષની કુલ 4,699 અરજીઓ મળી હતી. જેમાંથી 4662 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો તેમજ હાલ 37 અરજીઓ પર કાર્યવાહી ચાલી રહી છે.





