VIDEO: ઉનાળાના પ્રકોપ વચ્ચે ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત, હવામાન વિભાગની આગાહી
ઉનાળાની શરુઆત થઈ ચૂકી છે એવામાં ગરમી અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમ
ઉનાળાની શરુઆત થઈ ચૂકી છે એવામાં ગરમી અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતાં તાપમાન ઘટશે તેમજ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા તાપમાન ઘટશે.
હાવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે દાસના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડા પવનો ફૂંકાશે જેને કારણે આગામી 48 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી જેટલું ઘટશે. 29 માર્ચ બાદ ફરી તાપમાન ઊંચકવાની શરૂવાત થવાની શક્યતા વર્તાઈ રહી છે. અમદાવાદનું તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેશે. તેમજ 29થી 31 માર્ચના સમય દરમિયાન દરીયાકાંઠે ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે.




