મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરાના પૂરગ્રસ્તો માટે ગુજરાત સરકારની સહાયની જાહેરાત, નાના વેપારીઓને પણ મળશે લાભ

વડોદરામાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂરની પરિસ્થિતિને કારણે વેપારને નુકસાન થયું હ

વડોદરાના પૂરગ્રસ્તો માટે ગુજરાત સરકારની સહાયની જાહેરાત, નાના વેપારીઓને પણ મળશે લાભ

વડોદરામાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂરની પરિસ્થિતિને કારણે વેપારને નુકસાન થયું હતું. હવે ગુજરાત સરકારે ધંધા રોજગાર પુન:ધમધમતા થાય અને આર્થિક રીતે વેપારીઓને મદદરૂપ થવાના હેતુથી સહાયની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે 5 હજારથી 85 હજાર સુધીની રોકડ સહાય આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ પેકેજ જાહેર કરવામાં આવ્યા છે જેમાં નાના વેપારીઓને પણ લાભ મળશે.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રાહત પેકેજમાં નાના લારીધારકને 5,000 સુધીની રોકડ સહાય જ્યારે પાકી દુકાન ધરાવતાં લોકોને ઉચ્ચક રૂ. 85,000 રોકડ સહાય જાહેર કરી છે. 

કોને કેટલી સહાય મળશે

  • લારી/રેકડી ધારકને ઉચ્ચક રૂ. 5,000 ની રોકડ સહાય. 
  • 40 સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક રૂ. 20,000 ની રોકડ સહાય 
  • 40 સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારકને ઉચ્ચક રૂ. 40,000ની રોકડ સહાય 
  •  નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને ઉચ્ચક રૂ. 85,000 રોકડ સહાય 
  •  માસિક ટર્નઓવર રૂ. 5 લાખથી વધુ હોય તેવી મોટી દુકાનના ધારકને રૂ. 20 લાખ સુધીની લોન પર 3 વર્ષ સુધી વ્યાજસહાય 7% ના દરે રૂ. 5 લાખની મર્યાદામાં આપવામાં આવશે. 

આ સમાચાર શેર કરો