મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અંક્લેશ્વરમાં કોન્ટ્રાક્ટરના અપહરણના કેસમાં 10 શખ્સોની ધરપકડ, જાણો શું છે મામલો

અંક્લેશ્વરના કોસમડી ગામની શ્રીઅંબિકા ગ્રીન સોસાયટીમાં સ્કોર્પિયોમાં આવેલા ત્રણ ઈસમોએ કલરકામના કોન

અંક્લેશ્વરમાં કોન્ટ્રાક્ટરના અપહરણના કેસમાં 10 શખ્સોની ધરપકડ, જાણો શું છે મામલો

અંક્લેશ્વરના કોસમડી ગામની શ્રીઅંબિકા ગ્રીન સોસાયટીમાં સ્કોર્પિયોમાં આવેલા ત્રણ ઈસમોએ કલરકામના કોન્ટ્રકટરનું કાર સાથે અપહરણ કર્યું હતું. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં 10 જેટલા અપહરણકારોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર GIDCમાં આવેલ ગણેશ પાર્ક-3માં રહેતા અનરજીત શોભીત કલરકામનો કોન્ટ્રાક્ટર ચલાવે છે. જે ગત તારીખ-૨૧મી સપ્ટેમ્બરના રોજ અંક્લેશ્વરના કોસમડી ગામની શ્રી અંબિકા ગ્રીન સોસાયટી ખાતે સાંજના  સમયે ગયો હતો. 

આ દરમિયાન સ્કોર્પીયો કારમાં આવેલા અજાણ્યા ત્રણ ઈસમોએ  અનરજીતનું કાર સાથે અપહરણ કરી ગયા હતા. અપહરણ અને લૂંટની ઘટના અંગે અંકલેશ્વર GIDC  પોલીસે ગુનો નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં અપહૃત કોન્ટ્રકટર  અનરજીતને મુક્ત કરાવી તેની કાર અને સ્કોર્પિયો સાથે અપહરણ કરનારા આ 10 શખ્સોની ધરપકડ કરી છે.

  • દિપકકુમાર  રમેશભાઈ પટેલ
  • મહેશ અબુભાઈ વસાવા
  • પ્રકાશ સુશીલભાઈ ત્રિવેદી
  • કરણસિંહ લોટનસિંહ ગિરાસે
  • ભૌતીક હરેશભાઈ લુણાગરીયા
  • જમીર સાબીર મલેક
  • ચિરાગ  પટેલ
  • વિપુલ બાબુભાઈ ભાદાણી
  • મિતુલ કાંતિભાઈ ડોબારીયા
  • જગદિશ વિઠ્ઠલભાઈ દોમાડીયા

ધંધાકીય અદાવતમાં કોન્ટ્રાક્ટરનું અપહરણ કરાયું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે

આ સમાચાર શેર કરો