Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : Art teacher at Muni Universal School in Khambhat accused of groping girls,

શરમજનક કૃત્ય: ખંભાતની મુનિ યુનિવર્સલ સ્કૂલમાં આર્ટ શિક્ષકે બાળાઓ સાથે અડપલાં કર્યાનો આક્ષેપ, વાલીઓમાં આક્રોશ

Timeછેલ્લું અપડેટ : 15 Nov 2025
લાઇવ ટીવીGoogle News
શરમજનક કૃત્ય: ખંભાતની મુનિ યુનિવર્સલ સ્કૂલમાં આર્ટ શિક્ષકે બાળાઓ સાથે અડપલાં કર્યાનો આક્ષેપ, વાલીઓમાં આક્રોશ
સોર્સ : gstv

ખંભાતના નગરા રોડ પર આવેલી મુનિ યુનિવર્સલ સ્કૂલમાં આર્ટ શિક્ષકે બાળાઓ સાથે શારીરિક અડપલાં કરતો હોવાના આક્ષેપ સાથે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. શિક્ષક ૩ મહિનાથી બાળાઓ સાથે ગંભીર પ્રકારના અડપલાં કરતો હતો અને કોઈને કહેશો તો મારીશ તેવું કહીને ધમકાવતો પણ હતો. શિક્ષકને માત્ર સસ્પેન્ડ કરીને સંતોષ માની પોલીસ ફરિયાદ નહીં નોંધાવતા સ્કૂલના ડાયરેક્ટર સહિત આચાર્યોની શંકાસ્પદ ભૂમિકા હોય તેવી ચર્ચાએ જોર પકડયું છે. 

App Store

ખંભાતની મુનિ યુનિવર્સલ સ્કૂલમાં 65 વર્ષીય પ્રકાશ પટેલ આર્ટ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આર્ટ શિક્ષક ધોરણ-૨ની બાળાઓ સાથે ગંભીર પ્રકારના શારીરિક અડપલાં કરતો હોવાની જાણ થતા મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલમાં આવીને હોબાળો મચાવ્યો હતો. વાલીઓએ જણાવ્યું છે કે, છેલ્લા ત્રણ મહિનાથી શિક્ષક બાળાઓને ખોળામાં બેસાડવા, શરીરે વારંવાર અડકવું સહિતના ગંભીર પ્રકારના વિકૃત હરકતો કરતો હોવાનો આક્ષેપ કરાયો હતો. 

મુનિ યુનિવર્સલ સ્કૂલના એડમિનિસ્ટ્રેટર દુર્વેશભાઈએ જણાવ્યું હતું કે, વાલીઓએ કોઈપણ જાતની વિગતો કે પુરાવાઓ આપ્યા નથી. એટલે પોલીસ ફરિયાદ કરી નથી. વાલીઓએ શિક્ષક દ્વારા જે શારીરિક અડપલાં કરતા હતા તે વિશે અમને જાણ થતા જ શિક્ષકનું રાજીનામું લઈ સ્કૂલમાંથી સસ્પેન્ડ કર્યા છે. સીસીટીવી કેમેરામાં ટેકનિકલ સમસ્યાને લઈ બંધ છે. ચાલુ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

શિક્ષક બાળકોને મળવા ઘરે પણ જતો હોવાનો આરોપ

સ્કૂલ મેનેજમેન્ટના નીતિ નિયમો વિરુદ્ધ પ્રકાશ પટેલ બાળકોના ઘરે પણ જતો હતો અને ગિફ્ટ પણ આપતો હોવાની બાળકોના વાલીઓએ ફરિયાદ કરી છે.

સ્કૂલના વર્ગખંડના સીસીટીવી બંધ હોવાનું સામે ખૂલ્યું

આ સમગ્ર મામલો તા. 13 ને સવારે 11 કલાકે સામે આવ્યો હતો. વાલીઓના હોબાળા બાદ સીસીટીવી કેમેરા પણ બંધ હોવાનું સામે આવ્યું હતું. પાવર સમસ્યાને લઈ કેમેરા બંધ હોવાનું સ્કૂલના એડમિનિસ્ટરે જણાવ્યું હતું. કેમેરા બંધ હતા તો ચાલુ કેમ ન કરાવ્યા તેવું વાલીઓએ પુછતા દિવાળી વેકેશન હતું તેમ જણાવ્યું હતું.