Video: મણિનગર કુમકુમ સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અન્નકૂટ ઉત્સવ ઉજવાયો

નૂતન વર્ષના પાવન અવસરે અમદાવાદના મણિનગર સ્થિત કુમકુમ સ્વામિનારાયણ મંદિરે શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી અને જીવનસ્વામી બાપા સમક્ષ ભવ્ય અન્નકૂટ ધરાવી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાધુ પ્રેમવત્સલદાસજીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંવત ૧૮૫૭માં કારતક સુદ એકમના રોજ ભગવાન સ્વામિનારાયણે માંગરોળ ખાતે સૌપ્રથમ અન્નકૂટ ઉત્સવની શરૂઆત કરી હતી, અને આ ભવ્ય પરંપરાગત ઉત્સવની કુમકુમ મંદિરમાં છેલ્લા ૪૦ વર્ષથી નિયમિત ઉજવણી કરવામાં આવી રહી છે.
જાહેરાત








