Video: દિવાળીના પર્વે શામળાજી મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળ્યું

સોર્સ: gstv

અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે દિવાળીના મહાપર્વને નિમિત્તે મંદિર પરિસરમાં અદ્ભુત અને મનોહર રોશની કરવામાં આવી છે. સમગ્ર મંદિરને રંગબેરંગી રોશની અને આકર્ષક લાઈટિંગથી સજાવવામાં આવતા મંદિરનો નજારો ખૂબ જ અલૌકિક અને ભવ્ય દેખાઈ રહ્યો છે. ધનતેરસના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવવા માટે મંદિરે પહોંચ્યા હતા. તહેવારોની ઉજવણીને લઈને સમગ્ર શામળાજી ધામમાં ભક્તિમય અને ઉત્સાહસભર માહોલ છવાઈ ગયો છે. આ દિવસો દરમિયાન પણ મંદિરમાં ભક્તોની ભારે ભીડ રહેવાની શક્યતાને ધ્યાને રાખીને વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત