ANAND : ભાજપના મિતેષ પટેલ સામે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડા 89939 મતેથી હાર્યા
Anand Lok Sabha Elections Result 2024 : આણંદની લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મિત

Anand Lok Sabha Elections Result 2024 : આણંદની લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મિતેશ પટેલનો ભવ્ય વિજય થયો છે. તેમની સામે કોંગ્રેસે અમિત ચાવડાને મેદાને ઉતાર્યા હતા. મિતેશ પટેલનો લલગભગ 89939 વોટથી વિજય થયો હતો. મિતેશ પટેલને 612484 વોટ મળ્યા હતા. જ્યારે અમિત ચાવડાને 522545 વોટ મળ્યા હતા.
આ બેઠક પર એનસીપીના કારણે ત્રિપાંખિયો જંગ હતો
ગુજરાતની આણંદ બેઠક પર લોકસભા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ હતો. આણંદ બેઠક પરથી ભાજપે મિતેશ પટેલ અને કોંગ્રેસે અમિત ચાવડાને ટિકિટ આપી હતી. થોડા દિવસ પહેલા એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત પટેલ (બોક્સી)એ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને આણંદ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.
અહીં કોંગ્રેસની 11 અને ભાજપની ચાર વખત જીત
આણંદ બેઠક પર વર્ષો સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. આ બેઠક પર 11 વખત કોંગ્રેસ અને ચાર વખત ભાજપની જીત થઈ છે. જો કે, કોંગ્રેસનો ગઢ રહેલી આણંદ બેઠક પર છેલ્લી બે ટર્મથી ભાજપના ઉમેદવાર જીત્યા છે, તો આ બેઠક પર ઈશ્વરભાઈ ચાવડા પાંચ વખત વિજેતા થયા હતા અને ભરતસિંહ સોલંકી સતત બે વખત જીત્યા હતા. જો કે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના મિતેશ પટેલ સામે ભરતસિંહ સોલંકીની હાર થઈ હતી.








