કચ્છ: ભચાઉના ચોપવડા બ્રિજ પાસે સ્કૂલ વાનને નડ્યો અકસ્માત, 15 બાળકો ઈજાગ્રસ્ત
કચ્છના ભચાઉ તાલુકાના ચોપવડા બ્રિજ પાસે સ્કૂલ વાનને અકસ્માત નડ્યો હતો. અકસ્માત સર્જાતા 15

કચ્છના ભચાઉ તાલુકાના ચોપવડા બ્રિજ પાસે સ્કૂલ વાનને અકસ્માત નડ્યો હતો. અકસ્માત સર્જાતા 15 બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. ભચાઉના નાની ચીરીઈના વિદ્યાર્થીઓ વહેલી સવારે આ વાનમાં બેસીને સ્કૂલે જઈ રહ્યા હતા ત્યારે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.
સ્કૂલવાનની ટ્રેલર સાથે ટક્કર થઈ
સ્કૂલવાનની ટ્રેલર સાથે ટક્કર થઈ હતી, ટક્કર એટલી ભયાનક હતી કે સ્કૂલવાન પલ્ટાઈ ગઈ હતી. ટ્રેલર પર લોખંડના સળિયા લાદેલા હતા.
નાના બાળકોની કારમી ચીખોથી વાતાવરણ ગંભીર બન્યું
નાના બાળકોની કારમી ચીખોથી વાતાવરણ ગંભીર બન્યું હતું. ઈજાગ્રસ્ત બાળકોને તાત્કાલિકના ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અકસ્માત સ્થળ પર પહોંચ્યો હતો.






