AMRELI : મોટા બારમણ ગામે ટ્રેક્ટરનું ટાયર ફરી વળતા બે વર્ષના બાળકનું મોત
Amreli News : અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના મોટા બારમણ ગામે ટ્રેક્ટરનું ટા

Amreli News : અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના મોટા બારમણ ગામે ટ્રેક્ટરનું ટાયર ફરી વળતા બે વર્ષના બાળકનું કરૂણ મોત થયું છે. આ ઘટનામાં પોલીસે ટ્રેક્ટર ચાલક સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ખાંભા તાલુકાના મોટા બારમણ ગામે ટ્રેક્ટર ચાલકે પાછળ જોયા વગર ટ્રેક્ટરને રિવર્સ લીધું હતું. આ દરમિયાન પાછળ રમી રહેલા પરપ્રાંતીય શ્રમિકના બે વર્ષીય બાળક પર ટ્રેક્ટરનું ટાયર કાળ બનીને ફરી ગયું હતું. આ ઘટનામાં બાળકનું ઘટનાસ્થળે મોત થયું હતું.
આ પણ વાંચો : MAHISAGAR : વિધવાએ સમાજના ડરથી પ્રેમીથી જન્મેલા બાળકને ત્યજ્યું, માતા અને તેના પ્રેમીની ધરપકડ
પોલીસે મૃતક બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખાંભાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને ટ્રેકટર ચાલક દેવશી ભાણા બારૈયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.






