મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

‘શ્રી પટેલની સરકાર ઉથલાવવાનું ષડયંત્ર’, આ નેતાના ટ્વીટથી ગુજરાતના રાજકારણમાં ખળભળાટ

ગુજરાતમાં હવે ફરીથી પાટીદાર અનામત આંદોલનની ચર્ચાઓ શરૂ થઇ છે. નિરમાના ચેરમેન કરશન પટેલે એક નિવેદન આપ્ય

‘શ્રી પટેલની સરકાર ઉથલાવવાનું ષડયંત્ર’, આ નેતાના ટ્વીટથી ગુજરાતના રાજકારણમાં ખળભળાટ

ગુજરાતમાં હવે ફરીથી પાટીદાર અનામત આંદોલનની ચર્ચાઓ શરૂ થઇ છે. નિરમાના ચેરમેન કરશન પટેલે એક નિવેદન આપ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન એ આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવવાનું ષડયંત્ર હતું. કરશન પટેલના આ નિવેદન બાદ પાટીદાર અનામત આંદોલન અંગે ફરીથી જોરશોરથી ચર્ચાઓ થવા લાગી છે.

આ દરમિયાન અમરેલી લેટરકાંડ થયો, જેમાં આરોપીઓ સાથે એક પાટીદાર યુવતીનું પોલીસે સરઘસ કાઢ્યું અને લેટરકાંડનો આખો મુદ્દો પાટીદાર પર આવી ગયો. પાટીદાર સમાજના કોંગ્રેસ-AAPના નેતાઓ આ યુવતીના સમર્થનમાં એક ફોજ રૂપે ઉતારી આવ્યા અને આખરે તે યુવતીને જામીન અપાવ્યાં.

આ પણ વાંચોઃ VIDEO : પાટીદાર અનામત આંદોલન આનંદીબેનને મુખ્યમંત્રીપદેથી હટાવવાનું કાવતરું હતું, જાણો કોણે આપ્યું આ નિવેદન

આ અમરેલી લેટરકાંડને વર્તમાન ભુપેન્દ્ર પટેલની સરકારને ઉથલાવવાનું ષડયંત્ર ગણવામાં આવી રહ્યું હોવાના કોંગ્રેસ નેતાના ટ્વિટથી ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

""કરશન કાકાને કહેણ""

દાદાને કહેજો કે શ્રી પાટીલના 'પપેટો'એ
શ્રી પટેલની સરકાર ઉથલાવવાનુ ષડયંત્ર
રચ્યુ છે..,

દાદા તમે સાવચેત રહેજો અને પાટીલના
પપેટોનો સત્વરે નાર્કો ટેસ્ટ કરાવજો..,

ધરના ધાતકીઓને જલ્દીથી હાંકી કાઢજો.!

#નારી_સ્વાભિમાન_આંદોલન

  • પરેશ ધાનાણી


જણાવી દઈએ કે, સૌરાષ્ટ્રના અમરેલીમાં ભાજપની આંતરિક જૂથબંધીનો ભોગ બનેલી પાટીદાર યુવતીના મુદ્દે સુરત સહિત ગુજરાતમાં પડઘા પડી રહ્યાં છે. ત્યારે આજે સોમવારે (13 જાન્યુઆરી) સુરતના વરાછા વિસ્તારમાં ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જોકે વરાછાના માનગઢ ચોકમાં પરેશ ધાનાણી સહિતના કોગ્રેંસ કાર્યકરો ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજે તે પહેલાં અટકાયત કરી લેવામાં આવી હતી. હાલમાં સુરતના માનગઢ ચોકમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ધરણા પ્રદર્શનના કાર્યક્રમ માટે પોલીસ દ્વારા પરમિશન આપવામાં આવી ન હોવાથી પોલીસે પરેશ ધાનાણી, પ્રભાત દુધાત સહિતના 40થી વધુ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી છે. 

 

આ સમાચાર શેર કરો