મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટીદાર યુવતીને ન્યાય અપાવવા અમરેલી અડધો દિવસ બંધ, વેપારીઓએ આપ્યું સમર્થન

અમરેલીમાં લેટરકાંડમાં યુવતીનું સરઘસ કાઢવા મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરણા યોજવામા

પાટીદાર યુવતીને ન્યાય અપાવવા અમરેલી અડધો દિવસ બંધ, વેપારીઓએ આપ્યું સમર્થન

અમરેલીમાં લેટરકાંડમાં યુવતીનું સરઘસ કાઢવા મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરણા યોજવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી ઉપવાસ પર છે. પરેશ ધાનાણીએ શનિવારે અડધો દિવસ અમરેલીના વેપારીઓને પાટીદાર યુવતિને ન્યાય અપાવવા માટે બજાર અડધો દિવસ બંધ રાખવાની જાહેરાત કરી હતી. વેપારીઓએ સ્વયંભુ બજાર બંધ રાખી સમર્થન આપ્યું છે.

અડધો દિવસ અમરેલી બંધ

 ન્યાય આંદોલન સમિતીએ અમરેલીના વેપારીઓને સ્વેચ્છીક રીતે દીકરી ઉપર થયેલા અત્યાચારના વિરોધમાં અડધો દિવસ બંધ પાળવાની વિનંતી કરી હતી. અમરેલીના વેપારીઓ શનિવાર બપોર સુધી અમરેલી બંધ રાખી સરકારને જગાડે તેવી વિનંતી કરવામાં આવી હતી. વેપારીઓએ સ્વયંભુ બજાર બંધ રાખીને પોતાનું સમર્થન આપ્યું છે.

પાયલ ગોટીના આક્ષેપો બાદ SITની કરાઈ હતી રચના

 અમરેલીના લેટરકાંડ મામલે પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે પાયલ ગોટી જેલથી બહાર આવી ત્યારે તેણે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમાં પાયલે કહ્યું હતું કે, તેને પોલીસ દ્વારા પટ્ટા મારવામાં આવ્યા હતા. ત્યારે પાયલ ગોટીના પોલીસ સામેના આક્ષેપોને લઈને SIT(સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ)ની રચના કરવામાં આવી હતી.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાંથી નકલી પોલીસ ઝડપાઇ, કાર પર ખોટી રીતે પોલીસ લખી રોફ જમાવતા 2 શખ્સ સામે કાર્યવાહી

અમરેલીમાં લેટરકાંડ મામલે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

અમરેલી તાલુકા પંચાયત પ્રમુખના લેટરપેડ પર ભાજપના ધારાસબ્ય ઉપર હપ્તાખોરી સહિતના ગંભીર આક્ષોપે કરતા પત્ર બનાવટી હોવા અંગેની પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અન્વયે પુરાવા વગર અપરિણીત પાટીદાર યુવતીની રાત્રે 12 વાગ્યે ધરપકડ કરીને તેનું સરઘસ કાઢવા અને પટ્ટાથી માર મારવાના ચકચારી બનાવમાં  એક તરફ ભાજપના મોવડીઓએ અને સરકારે મૌન સેવ્યું છે. કોઇ પગલા લીધા નથી કે નિવેદન જારી કર્યું નથી.

આ સમાચાર શેર કરો