મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલી લેટરકાંડ : પાયલ ગોટીના વકીલે અમરેલી SP પર લગાવ્યાં ગંભીર આક્ષેપો, જાણો વિગત

Amreli letter scandal : અમરેલી લેટરકાંડમાં પાટીદાર યુવતી પાયલ ગોટીના

અમરેલી લેટરકાંડ : પાયલ ગોટીના વકીલે અમરેલી SP પર લગાવ્યાં ગંભીર આક્ષેપો, જાણો વિગત

Amreli letter scandal : અમરેલી લેટરકાંડમાં પાટીદાર યુવતી પાયલ ગોટીના વકીલ આંનદ યાજ્ઞિકે પત્રકાર પરિષદ કરી હતી, જેમાં તેમણે અમરેલી SP સંજય ખરાટ પર ગંભીર આક્ષેપો લગાવ્યાં છે. તેમણે કહ્યું કે આગામી બે દિવસમાં અમે હાઇકોર્ટમાં સબસ્ટેન્સીસ પિટિશન દાખલ કરવા જઈ રહ્યા છીએ, આ સાથે જ માનહાની થઈ હોવાથી તે પણ અરજી કરીશું.

આરોપીઓને માર્યા ત્યારે પોલીસ અધિક્ષક માથે ઉભા હતા : વકીલ આંનદ યાજ્ઞિક

પાયલ ગોટીના વકીલ આંનદ યાજ્ઞિકે પત્રકાર પરિષદમાં અમરેલી SP સંજય ખરાટ પર  ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે આરોપીઓને માર્યા ત્યારે પોલીસ અધિક્ષક માથે ઉભા હતા. આ ઉપરાંત પાયલ ગોટી સહિતના આરોપીઓને ઉભા રાખી મરજી વિરુદ્ધ ફોટા પડાવ્યા હતા. 

પાયલના ઘર બહાર પોલીસ ગોઠવી દેવાઈ : વકીલ આંનદ યાજ્ઞિક

યુવતીના વકીલે કહ્યું કે આજે અમે રજૂઆત કરવા ગયા ત્યારે પણ પોલીસ ગોઠવી દેવામાં આવી હતી. પાયલ ગોટીના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો. અમરેલી પોલીસ હવે પાયલના ઘર બહાર પોલીસ ગોઠવીને હવે કેવું પોલીસ રક્ષણ આપવા માંગે છે ? અમારે  પોલીસ રક્ષણની જરૂર નથી.ગામમાં અને ઘરની બહાર પોલીસ ગોઠવવામાં આવી હોવાથી મુશ્કેલી પાડી  રહી છે.

અમરેલી SP શંકાના ઘેરામાં, છતાં પોતાના જ અધિકારીની હાજરીમાં મેડિકલ ચેકઅપ કરાવવા માંગે છે : વકીલ આંનદ યાજ્ઞિક

યુવતીના વકીલે કહ્યું કે અમરેલી SP શંકાના ઘેરામાં છે. તેમણે જે SITની ટીમ બનાવી છે તેના અધિકારીઓ પણ આમાં સંડોવાયેલા છે. અમે આ SITનો સ્વીકાર કરતા નથી.  પોલીસ અધિક્ષક પોતે જ શંકમાં છે, તો તેના જ SITના DYSP કક્ષાના અધિકારીની હાજરીમાં મેડિકલ ચેકઅપ કરવા માંગે છે.

IG કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવે : વકીલ આંનદ યાજ્ઞિક

વકીલે કહ્યું કે સાયબર સેલ, SOG, DCB અને અમરેલી પોલીસના દરેકકર્મીઓ અને અધિકારીઓએ દીકરીને મારી છે અને મારનાર પોલીસ અધિકારીઓને રક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. IG કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવે તેવી માંગ કરીએ છીએ. આ માટે આગામી દિવસોમાં અમે DGને રૂબરૂ મળી રજૂઆત કરીશું અને પોલીસ ફરિયાદ કરીશું. આવતા બે દિવસમાં અમે હાઇકોર્ટમાં સબસ્ટેન્સીસ પિટિશન દાખલ કરવા જઈ રહ્યા છીએ. સાથે જ માનહાની થઈ હોવાથી તે પણ અરજી કરીશું.

આ સમાચાર શેર કરો