મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AMC દ્વારા રસ્તા પહોળા કરવા કપાતમાં જતાં મકાનોનો કરાશે સર્વે, અસરગ્રસ્તોને ફળવાશે મકાન

શહેરમાં AMC દ્વારા રોડ પહોળો કરવા કપાતમાં જતાં મકાનોને લઈને સર્વે કરવાનો નિર

AMC દ્વારા રસ્તા પહોળા કરવા કપાતમાં જતાં મકાનોનો કરાશે સર્વે, અસરગ્રસ્તોને ફળવાશે મકાન

શહેરમાં AMC દ્વારા રોડ પહોળો કરવા કપાતમાં જતાં મકાનોને લઈને સર્વે કરવાનો નિર્ણય કર્યો છે. જેને લઈને કપાતમાં જતાં રહેણાંક મકાનો માટેના અલગ મકાનો તૈયાર કરવામાં આવશે. 

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રોડ રસ્તાનો વિકાસ કરી પહોળા કરવા માટે કપાતમાં જતાં મકાનોનો સર્વે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાઓ દૂર કરવા માટે આ સર્વે હાથ ધરવામાં આવશે. રોડ પહોળા કરવાની આ કામગીરી વિવિધ વિસ્તારોમાં હાથ ધરાતા કોમર્શિયલ ઉપરાંત રહેણાંક એકમોને તેની સીધી અસર થશે. જો કે મહાનગર પાલિકાના નિયમ મજબ મકાન ધારક 2010થી રહેતો હોય અને કપાત આવવાને કારણે મકાનોને અસર થાય તો અસરગ્રસ્તોને સરકાર દ્વારા મકાન ફાળવવામાં આવે છે.

હવે આવા કેટલા મકાન અસરગ્રસ્ત બનશે? કેટલા મકાનની જરૂર પડશે? તેની માટેનો સર્વે AMC દ્વારા હાથ ધરવામાં આવશે. સર્વેની પ્રક્રિયા પૂરી થયા બાદ અસરગ્રસ્ત લોકો માટે અલગથી મકાન પણ તૈયાર કરવામાં આવશે. મકાન બનાવવા માટે બજેટમાં 100 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો