સિંગલ ટેન્ડરમાં જ કોન્ટ્રાક્ટરોને કામ અપાતા હોવાનો આક્ષેપ, AMCનું તંત્ર ફરી એક વખત વિવાદમાં
અમદાવાદ મહાનગર પાલિકાનું તંત્ર ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. જ

અમદાવાદ મહાનગર પાલિકાનું તંત્ર ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. જેમાં અમદાવાદના અલગ અલગ ઝોનના એજનેર વિભાગના કામ સિંગલ ટેન્ડરમાં આપી કોન્ટ્રાક્ટરોને કમાણી કરાવતા હોવાના આક્ષેપ લાગ્યા છે.
AMC કોન્ટ્રાક્ટરો પર મહેરબાન હોવાના આક્ષેપ
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઘણા કામ સિંગલ ટેન્ડરથી આપી દેવામાં આવે છે. જેમાં દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ઇજનેર વિભાગના લગભગ 61 જેટલા કામ સિંગલ ટેન્ડરથી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત પશ્ચિમ ઝોનના નવ કામ પણ સિંગલ ટેન્ડરથી આપવામાં આવ્યા છે. આવી રીતે એક જ વર્ષમાં કરોડો રૂપિયાના કામ સિંગલ ટેન્ડરથી આપીને માનીતા કોન્ટ્રાક્ટરોને કમાણી કરાવી હોવાનો આક્ષેપ AMC સામે કરવામાં આવ્યો છે.
સિંગલ કોન્ટ્રાક્ટમાં આપી દેવાય છે કામ
આ આરોપો સાથે કોર્પોરેશને આપેલા જવાબ મુજબ નવરંગપુરા વોર્ડમાં ટોયલેટનું કામ, નવા વાડજ વોર્ડમાં RCC રોડ તથા પેપરબ્લોક નાખવાના સહિતના કામો સિંગલ ટેન્ડરથી આપી દેવામાં આવ્યા. જેમાં શ્રેયા કોર્પોરેશન, સાહિલ બિલ્ડર્સ, શિવમ એન્ટરપ્રાઇઝ, શ્રી બિલ્ડકોન, આશિષ કન્સ્ટ્રક્શન, જે.પી. ઇન્ફ્રાસ્ટ્રકચર, જય અંબે કોર્પોરેશન, હિરલ કન્સ્ટ્રક્શનને પશ્ચિમ ઝોનમાં સિંગલ ટેન્ડરથી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે.








