મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: ચિલોડામાં પોલીસની કારની ટક્કરથી બુટલેગર પતિનું મોત થયો હોવાનો આક્ષેપ

અમદાવાદના ચિલોડા ખાતે અકસ્માતમાં બુટલેગરના મોત મામલે હવે પરિવારજનોએ પોલીસ પર જ મોટો આક્ષેપ

અમદાવાદ: ચિલોડામાં પોલીસની કારની ટક્કરથી બુટલેગર પતિનું મોત થયો હોવાનો આક્ષેપ

અમદાવાદના ચિલોડા ખાતે અકસ્માતમાં બુટલેગરના મોત મામલે હવે પરિવારજનોએ પોલીસ પર જ મોટો આક્ષેપ લગાવ્યો છે. પોલીસની ગાડીએ ટક્કર મારતા બુટલેગરનું મોત થયો હોવાનો આક્ષેપ મૃતકના પરિવારજનોએ કર્યો છે. જો પોલીસ ફરિયાદ નહીં નોંધે તો કોર્ટનો દરવાજો ખખડાવવામાં આવશે.

કારનો પીછો કરતા પોલીસની બોલેરો કારે પાછળથી ટક્કર મારી 

અમદાવાદના કુબેરનગરમાં રહેતા અંજલિ ચંદવાણીએ ગુજરાત હાઇકોર્ટ રજીસ્ટ્રાર, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, પોલીસ કમિશનર વગેરેને પત્ર લખ્યો છે જેમાં તેણે જણાવ્યું કે, તેના 28 વર્ષીય પતિ વ્હાઇટ કલરની સ્વિફ્ટ કાર લઇને નાના ચિલોડા રોડ ઉપરથી આવતા હતા. આ દરમિયાન ગાડીમાં ઈંગ્લિશ દારૂ ભરેલો હતો. પતિની કારનો પીછો કરતા પોલીસની બોલેરો કારે પાછળથી ટક્કર મારી હતી જેમાં કાર ઝાડ સાથએ અથડાતા તેના પતિનું મોત થયું છે.

ગાડીમાં વધુ દારૂ હોવા છતા ફક્ત 180 MLની 66 બોટલ હોવાનું પોલીસે દર્શાવ્યું 

આ ઘટના 19 જૂન સવારના 3.30 કલાકની હોવાનું પોલીસ ફરિયાદમાં બતાવે છે. જેમાં પોલીસે IPC 279, 337, 338, 304A અને મોટર વેહિકલ એકટની કલમ 117 તમેજ 184 મુજબ ગુન્હો નોંધ્યો છે. જોકે મહિલાએ ઘટના સ્થળે CCTV ફૂટેજની તપાસ કરતા અકસ્માતનો સમય સવારે 04.03 કલાકનો બતાવે છે. આમ પોલીસે સમય પણ જાણી જોઈને ખોટો નોંધ્યો છે. ગાડીમાં વધુ દારૂ હોવા છતા ફક્ત 180 MLની 66 બોટલ હોવાનું પોલીસે દર્શાવ્યું છે. 

તેમજ વધુમાં જણાવ્યું કે, પોલીસ તેના કર્મચારીઓને બચાવવા ખોટી ફરિયાદ નોંધી છે. ઘટનાસ્થળના આસપાસના CCTV પણ પોલીસ આપતી નથી. પોલીસે અકસ્માત થયો હોવાની માહિતી કંટ્રોલમાંથી મળી હોવાનું દર્શાવ્યું છે, પણ પોલીસ તેના પતિનો પીછો કરતી હતી. તેના પતિને મૂકીને પોલીસ જતી રહી હતી. કોઈએ 108માં ફોન કરતા તેના ઘાયલ પતિને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેનું મોત થયું હતું. 

આ સમાચાર શેર કરો