ધોરાજીમાં પાલિકાની નવ નિર્માણ પામી રહેલી ઓફિસમાં ઘોટાળાના આક્ષેપ, યોગ્ય તપાસ કરવા સ્થાનિકોની માંગ
રાજકોટ જિલ્લાના ધોરાજી નગર પાલિકામાં નવ નિર્માણ પામી રહેલ ઓફિસના બાંધકામને લઈને અન

રાજકોટ જિલ્લાના ધોરાજી નગર પાલિકામાં નવ નિર્માણ પામી રહેલ ઓફિસના બાંધકામને લઈને અનેક સવાલો ઊભા થયા છે. કોન્ટ્રાકટર દ્વારા નબળી ગુણવત્તાવાળું મટિરિયલ વાપરવામાં આવતું હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે.
સ્થાનિકો દ્વારા કોન્ટ્રાકટર સામે ગંભીર આક્ષેપ
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકાના પટાંગણમાં જ નવી ઓફિસના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. જેમાં ખાનગી કોન્ટ્રાકટરને નવી ઓફિસનું કામ આપ્યું હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે કોન્ટ્રાકટર દ્વારા નબળી ગુણવત્તાવાળું મટિરિયલ વાપરવામાં આવે છે. બાંધકામના ઉપયોગમાં લેવાતી સામગ્રી નબળી ગુણવત્તાવળી વાપરવામાં આવતી હોવાની અનેક ફરિયાદો ઉઠી છે.
બધુ જાણીને પણ તંત્રના આંખ આડા કાન
નવી ઓફિસ નિર્માણના આ કામમાં વાપરવામાં આવતી રેતી, કપચી, સિમેન્ટ સહિતના મટિરિયલની ગુણવત્તા સામે અનેક સવાલો ઉઠયા છે. આ તમામ મટિરિયલની યોગ્ય તપાસ કરાવી કાયદેસરણા પગલાં લેવા સ્થાનિકો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે. આટ આટલી ફરિયાદો મળી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જાતના પગલાં લેવામાં આવ્યા નથી. બધ જાણીને પણ નગર પાલિકાના અધિકારીઓના આંખ આડા કાન.





