મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: પીરાણા ડમ્પિંગ સાઇટમાં ભ્રષ્ટાચારનો આરોપ, કરોડોના ખર્ચ પછી પણ કચરો ઓછો નથી થયો

અમદાવાદમાં પીરાણા ડમ્પ સાઇટ પર ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ AMCમાં વિપક્ષના નેતાએ કર્યો છે. કરોડો રૂપિયાનો

અમદાવાદ: પીરાણા ડમ્પિંગ સાઇટમાં ભ્રષ્ટાચારનો આરોપ, કરોડોના ખર્ચ પછી પણ કચરો ઓછો નથી થયો

અમદાવાદમાં પીરાણા ડમ્પ સાઇટ પર ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ AMCમાં વિપક્ષના નેતાએ કર્યો છે. કરોડો રૂપિયાનો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખર્ચ કરવામાં આવ્યો છે તેમ છતા પણ કચરાનો ઢગલો ઓછો થયો નથી.

પીરાણા ડમ્પિંગ સાઇટમાં ભ્રષ્ટાચાર

અમદાવાદમાં પીરાણા ડમ્પ સાઇટ પર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ AMC વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા કરવામાં આવ્યો છે. છેલ્લા 4 વર્ષમાં 100 કરોડની રકમની ચુકવણી છતા ડમ્પીંગ સાઇટ પર કચરો ઓછો થયો નથી.

AMCમાં વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે કહ્યું કે, દરેક ડિપાર્ટમેન્ટમાં ભાજપના રાજમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના નામ પર પણ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. કચરાના નામ પર કેટલાક વર્ષથી ભાજપ અને AMCએ દાવો કર્યો હતો કે અમદાવાદમાંથી પીરાણા ડમ્પિંગ સાઇટને હટાવી દેવામાં આવશે. આજે પીરાણા ડમ્પિંગ સાઇટ ના હટવાને કારણે એર ક્વોલિટી ઇન્ડેક્ષ સતત વધી રહ્યો છે અને જનતાએ બીમારીનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો: ભાજપ MLAના લેટ બોમ્બથી નીકળી વિકાસના ફુગ્ગાની હવા! સુવિધાના અભાવે લોકોના 'હિજરત'ની કબૂલાત

AMCના વિપક્ષના નેતાએ કહ્યું કે,300 TPD ટ્રોમિંગ મશીન પાછળ 10.73 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. 2019થી 2023  સુધી AMC દ્વારા 100 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે તેમ છતા કચરાનો ડુંગર યથાવત જોવા મળ્યો છે. આ સાથે જ AMC માત્ર કોન્ટ્રાક્ટરોને જ ફાયદો કરાવતો હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો