મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં પૂર્વ મેયરનો પક્ષ પલટુ કોર્પોરેટરે રૂપિયા માગ્યાનો આક્ષેપ, પાલિકાની ઝોન ઓફિસમા પહોંચી મચાવ્યો હોબાળો

સુરતમાં ભાજપ શાસિત પાલિકાના કોર્પોરેટર પર છાસવારે આક્ષેપો લાગી રહ્યા છે. ત્યારે આ વખતે ભૂતપૂ

સુરતમાં પૂર્વ મેયરનો પક્ષ પલટુ કોર્પોરેટરે રૂપિયા માગ્યાનો આક્ષેપ, પાલિકાની ઝોન ઓફિસમા પહોંચી મચાવ્યો હોબાળો

સુરતમાં ભાજપ શાસિત પાલિકાના કોર્પોરેટર પર છાસવારે આક્ષેપો લાગી રહ્યા છે. ત્યારે આ વખતે ભૂતપૂર્વ મેયર દ્વારા પક્ષપલટુ કોર્પોરેટર સામે ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. પાલિકાની ઝોન ઓફિસમાં પહોંચી પૂર્વ મેયરે હોબાળો મચાવ્યો હતો. જર્જરીત મકાનને મળેલી નોટિસને સગવગે કરવાના નામે રૂપિયા માગવામાં આવ્યા હોવાનું કહેવામાં આવ્યું હતું.

નોટિસ સગેવગે કરવા રૂપિયા માગ્યા

સુરતના વોર્ડ નંબર 5 ના પક્ષ પલટુ કોર્પોરેટર નિરાલી પટેલ સામે ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા હતાં. પૂર્વ મેયર ચીમનલાલ પટેલ પાસેથી નિરાલી પટેલે 1 લાખની માંગણી કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતાં. ચીમનલાલ પટેલને મકાન જર્જરિત હોવાની નોટિસ આપવામાં આવી હતી.

પૂર્વ મેયરે હોબાળો મચાવ્યો

પૂર્વ મેયરનું મકાન અશ્વિનીકુમાર ફુલપાડામાં સ્થિત છે. પૂર્વ મેયરે વરાછા ઝોનમાં આવીને હોબાળો મચાવ્યો હતો. નોટિસ સાગે વગે કરવા માટે નિરાલી પટેલે એક લાખ રૂપિયા માંગ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતાં. એક લાખ રૂપિયામાં આરજી દફતરે કરાવી અધિકારીઓની સાથે સેટલમેન્ટ કરવાની વાત હતી. મહત્વપૂર્ણ છે કે, નિરાલી પટેલ હાલ આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયા છે. 

આક્ષેપો ફગાવાયા

કોર્પોરેટર નિરાલી પટેલે કહ્યું કે, પૂર્વ કોર્પોરેટર ચીમન પટેલ મારા મોટા સસરા થાય છે. ફેમિલી મેટરને રાજકીય રૂપ રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મારા સસરા સહિત 6 ભાઈઓને નોટિસ આપવામાં આવી છે. મકાન જર્જરિત હોવાથી નોટિસ પાઠવાઈ છે. અમે કોઈ પણ રૂપિયા ની માંગ કરી નથી. હજુ પણ મકાન માટેનો કોર્ટ કેસ ચાલે છે.

આ સમાચાર શેર કરો