Ahmedabad news: આત્મવિલોપનની ઘટનામાં સ્થાનિક કોર્પોરેટરે 4 લાખ લીધાનો આરોપ, જાણો મેયરે શું કહ્યું?
Ahmedabad news: અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં આત્મવિલોપન અંગેની ઘટનામાં વિપક્ષ દ્વાર

Ahmedabad news: અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં આત્મવિલોપન અંગેની ઘટનામાં વિપક્ષ દ્વારા દેખાવો કરી મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ભોગ બનનાર પરિવારજનોને વળતર આપવા સાથે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે.તો સ્થાનિક કોર્પોરેટર મૌલિક પટેલ દ્વારા ચાર લાખ રૂપિયા લેવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
સ્થાનિક કોર્પોરેટર દ્વારા ચાર લાખ રૂપિયા લેવાનો આક્ષેપ
આ અંગે વિપક્ષ દ્વારા દેખાવો કરી મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે
એસ્ટેટ ખાતામાં જે રીતે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તે અંગે તપાસ કરવી જોઈએ. ભોગ બનનાર પરિવારજનોને વળતર આપવા સાથે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે. તો સ્થાનિક કોર્પોરેટર મૌલિક પટેલ દ્વારા ચાર લાખ રૂપિયા લેવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
દોષિતો સામે કડક પગલા લેવાશે: મેયર
આ સમગ્ર બાબતે મેયરે જણાવ્યું હતું કે AMC દ્વારા આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવી છે. જે કોઈ દોષિત છે, તેઓની સામે કડક પગલા ભરવામાં આવશે. વર્ષ ૨૦૨૪માં દુકાનદારને નોટિસ આપવામાં આવી હતી, કોર્પોરેટરને ચાર લાખ રૂપિયા આપ્યા હોવા અંગે પણ તપાસ કરવામાં આવશે.
શું હતો સમગ્ર મામલો
ગુરૂવારે જશોદાનગર ડિમોલિશનના વિરોધ દરમિયાન મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે, મહિલાને તાત્કાલિક ધોરણે LG હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આત્મવિલોપનના પ્રયાસમાં મહિલા ગંભીર રીતે દાઝી હતી. બે દિવસથી મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. પરંતુ શનિવારે (16 ઓગસ્ટ) સવારે મહિલાએ પોતાનો છેલ્લો શ્વાસ લીધો હતો. મહિલાના મોત બાદ પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો.






