માતા પિતાને સાવધાન કરતો કિસ્સો, સુરતમાં દોઢ વર્ષની બાળકી રમતા રમતા પાણીની ભરેલી ડોલમાં પડતા મોતને ભેટી
માતા પિતાને સાવધાન કરતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. રમત રમતા નાના

માતા પિતાને સાવધાન કરતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. રમત રમતા નાના બાળકોને એકલા મુકતા પહેલા સો વાર વિચાર કરવા મજબૂર થવું પડે તેમ છે. કારણ કે સુરતમાં દોઢ વર્ષની બાળકી ઘરે રમી રહી હતી. ત્યારે અચાનક પાણી ભરેલી ડોલમાં પડી ગઈ હતી. જેથી બાળકીનો મોત નીપજયુ હતું.
બાળકી રમતી હતી
ભેસ્તાનના સિદ્ધાર્થ નગરમાં રહેતા શાહ પરિવારની દોઢ વર્ષની દીકરી એકલી એકલી રમી રહી હતી. આ દરમિયાન માતા પોતાનું કામ કરતી હતી. ઘરમાં ચોમાસુ હોવાથી પાણીનો પ્રશ્ન ન સર્જાય તે માટે અલગ અલગ જગ્યાએ વાસણો ભર્યા હતા. જોકે પાણી ભરેલી ડોલમાં બાળકી રમતા રમતા અચાનક પડી ગઈ હતી. જેથી બાળકીનો ડૂબી ગયા બાદ વધારે પડતું પાણી પી જતાં મોત થયું હતું.
પરિવાર શોકમાં ગરકાવ
મૃતક દિવ્યા કુમારીના પિતા ધર્મેન્દ્ર શાહએ કહ્યુ કે, બાળકે પાણીની ડોલમાં ઊંધા માથે પડી હતી. તેની માતાની નજર પડતા તે દોડી ગઈ હતી. ત્યારબાદ અમે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દિવ્યા કુમારીને લઈને આવી ગયા હતા. હાજર તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી. બાળકીના મોતથી અમારું પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે.








