સુરત/ પ્રજ્ઞાચક્ષુઓ ચેરિટી પર નહીં પરંતુ મેરિટના આધારે કમાણી કરે તે ઉદ્દેશ્ય સાથે યોજાયો કાર્યક્રમ
સુરતના મીનીબજાર ખાતે આવેલી પટેલ સમાજની વાડીમાં પ્રજ્ઞાચક્ષુઓ માટેનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. કોન્વોકેશન સ

સુરતના મીનીબજાર ખાતે આવેલી પટેલ સમાજની વાડીમાં પ્રજ્ઞાચક્ષુઓ માટેનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. કોન્વોકેશન સેરેમનીમાં સ્ટુડન્ટસે લીધેલી તાલિમની પ્રસ્તુતી કરી હતી. મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષુઓ હાજર રહ્યાં હતાં. વિદ્યાર્થીઓએ પોતે મેળવેલી તાલિમની મહત્વતાની સાથે સાથે જીવનમાં આવેલા બદલા અંગે વાત કરી હતી.
મુખ્ય 3 મુદ્દાઓ પર તાલિમ
એસ્ટલા ફાઉન્ડેશનના ફાઉન્ડર અંગતસિંગે કહ્યું કે, અમારી સાથે 3 સંસ્થાઓ જોડાયેલી છે. અમારો ઉદ્દેશ્ય છે કે, જે દ્રષ્ટીહીન છે તેમને જોબ અપાવી શકીએ. કોમ્પ્યુટર, ઈંગ્લિશ અને મોબિલિટી અંગેનું શિક્ષણ આપવામાં આવે છે. અમારો ઉદ્દેશ્ય છે કે, બ્લાઈન્ડ ચેરિટી પર નહીં મેરિટના આધારે કમાણી કરે.
ઘણા પ્રજ્ઞાચક્ષુને નોકરી મળી
જે બ્લાઈન્ડ અમારી સાથે જોડાવા ઈચ્છતા હોય તે અમને મેઈલ કે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવે છે. બાદમાં અમે તેમનું ઈન્ટર્વ્યૂ કરીને તેમને કોર્ષ કરાવીએ છીએ. 9 મહિના સુધી તેમને ટ્રેનિંગ આપવામાં આવે છે. જેમાં મુખ્ય 3 મુદ્દાઓની સાથે રોબોટિક્સ, યોગ, ડાન્સ વગેરે વસ્તુઓ શીખવવામાં આવે છે. નાનક એક્સેલન્સમાંથી ઘણા વિદ્યાર્થીઓને નોકરીઓ પણ મળી ગઈ છે. ખાવા પીવા સહિતની સુધીઓ આપવામાં આવે છે.








