મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભણશે ક્યાં? અમદાવાદની વિવેકાનંદ કોલેજની બિલ્ડિંગ તંત્રે કર્યું સીલ, વિદ્યાર્થીઓ રઝળી પડ્યા

અમદાવાદ પૂર્વમાં રાયપુર દરવાજા સામે આવેલી વિવેકાનંદ કોલેજ બિલ્ડીંગ કેમ્પસ વર્ષો જુનું કેમ્પસ છે અને આ

ભણશે ક્યાં? અમદાવાદની વિવેકાનંદ કોલેજની બિલ્ડિંગ તંત્રે કર્યું સીલ, વિદ્યાર્થીઓ રઝળી પડ્યા

અમદાવાદ પૂર્વમાં રાયપુર દરવાજા સામે આવેલી વિવેકાનંદ કોલેજ બિલ્ડીંગ કેમ્પસ વર્ષો જુનું કેમ્પસ છે અને આ બિલ્ડીંગમાં યુજી-પીજીની ઘણી કોલેજો છે ચાલે છે ત્યારે કોલેજ બિલ્ડીંગને બીયુ,ફાયર સહિતના મુદ્દે કોર્પોરેશન દ્વારા સીલ કરવામા આવ્યુ છે.

 વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી 

હાલ વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે અને કોર્પોરેશન દ્વારા બિલ્ડિંગ સીલ કરાતા કોલેજના વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા દિવસોથી ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા છે.

વિવેકાનંદ કોલેજ બિલ્ડીંગમાં આર્ટસ,કોમર્સ, બી.એડ અને લૉ સહિતની ફેકલ્ટીમાં યુજી-પીજીની કોલેજો ચાલે છે અને પુર્વના વિદ્યાર્થીઓ માટે આ કોલેજો મહત્વની ગણવામા આવે છે ત્યારે રાજકોટના અગ્નિકાંડની ઘટના બાદ અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા ફાયર-બીયુ સહિતના મુદ્દે વિવિધ બિલ્ડીંગો-એકમોને સીલ કરવાની પ્રક્રિયામાં વિવેકાનંદ કોલેજ બિલ્ડીંગને પણ સીલ કરવામા આવ્યું છે. જેથી હાલ વિવિધ કોર્સમાં વિવિધ વર્ષમાં ભણતા સેંકડો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કોલેજે કોર્પોરેશન પર ખોટી રીતે બિલ્ડિંગ સીલ કરી હોવાના આક્ષેપો કર્યા છે. કોલેજના પ્રિન્સિપલે કહ્યું કે, કોલેજ પાસે બીયુ પરમિશન હોવા છતાં કોર્પોરેશન દ્વારા બિલ્ડિંગ ખોટી રીતે સીલ કરવામાં આવ્યું છે, તેનાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ રહી છે.

અમદાવાદમાં આ બિલ્ડિંગ સીલ કરાઈ

નામ પ્રકાર
વિવેકાનંદ કોલેજ રાયપુર કોચિંગ ક્લાસીસ
અંબિકા ટ્રેડર્સ રાયપુર ફટાકડા સ્ટોર
ખુશ્બુ ટ્રેડર્સ રાયપુર ફટાકડાની દુકાન
એસએએલ હોસ્પિટલ થલતેજ હોસ્પિટલ
નિસર્ગ આયુર્વેદિક, સેટેલાઇટ હોસ્પિટલ
મણિબેન હોસ્પિટલ,સરસપુર હોસ્પિટલ
છાબરા હોસ્પિટલ,જોધપુર હોસ્પિટલ
પાર્થેશ હોસ્પિટલ,જોધપુર હોસ્પિટલ
જોયબોક્સ,ઘુમા ગેમઝોન
ફનઝોન,ઘુમા ગેમઝોન
ટોયજોય ટેલ્સ,જોધપુર ગેમઝોન
બ્લોસમ ક્લાસીસ, ચિલોડા ટ્યુશન ક્લાસીસ
શાયોના ફાર્મ,સરદારનગર પાર્ટી પ્લોટ
અવસર પાર્ટી પ્લોટ,હાંસોલ પાર્ટી પ્લોટ
ગેલેક્સી ઇન, ઇન્ડિયા કોલોની હોટલ
હોટલ ભરોસા,ઈન્ડિયા કોલોની હોટલ

છેલ્લા કેટલાક દિવસોથી કોલેજ બિલ્ડીંગની નીચે ફુટપાથ રોડ પર વિદ્યાર્થીઓને બેસાડી અભ્યાસ કાર્ય કરાવી તંત્રની સહાનુભૂતિ પણ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલ કોલેજ બિલ્ડીંગ બંધ હોવાથી પ્રવેશ સહિતની પ્રક્રિયામાં મુશ્કેલી પડી રહી હોઈ બિલડીંગની નીચેની એક દુકાનમાંથી તમામ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. રાજકોટ અગ્નિકાંડ બાદ બીયુ, ફાયર, સહિતના મુદ્દે કોર્પોરેશન મંજૂરી તેમજ સુવિધા ન ધરાવતા બિલ્ડિંગ સીલ કરી રહી છે.

આ સમાચાર શેર કરો