અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલની પહેલ, તમામ ઇમર્જન્સી કૉલ માટે શરૂ કરી ઇમરજન્સી રિસ્પોન્સ એમ્બ્યુલન્સ સર્વિસ
ગુજરાતની અગ્રણી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટ

ગુજરાતની અગ્રણી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ ચેઇન પૈકીની એક સ્ટર્લિંગ હોસ્પિટલ્સ અમદાવાદના નાગરિકોની સેવા માટે ખાસ ઇમરજન્સી રિસ્પોન્સ (ઇઆર) એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવાની ગર્વભેર જાહેરાત કરી છે. આધુનિક ટેકનોલોજી અને કમાન્ડ સેન્ટરથી સજ્જ આ એમ્બ્યુલન્સ સેવા દર્દીઓને ઝડપી અને વધારે અસરકારક ઈમરજન્સી સારવાર ઉપલબ્ધ કરાવશે. નાગરિકો 99132 99132 પર કોલ કરીને અમદાવાદમાં કોઈપણ હોસ્પિટલ સુધી પહોંચવા માટેની એમ્બ્યુલન્સની સેવા મેળવી શકે છે. અમદાવાદના નાગરિકો માટે આ એમ્બ્યુલન્સ સેવા નિઃશુલ્ક રહેશે.
આ સેવાને એમ્બ્યુલન્સના સતત તથા ઇન-હાઉસ લાઇવ મોનિટરિંગથી શ્રેષ્ઠ બનાવવામાં આવી છે. આ ઉપરાંત સ્ટર્લિંગ હોસ્પિટલ્સના ઉચ્ચ કુશળતા ધરાવતી અને પ્રોફેશનલ મેડિકલ ટીમ જે-તે હોસ્પિટલ સુધી પહોંચતા પહેલા દર્દીના સ્વાસ્થ્યને લગતી મહત્વની માહિતી વાસ્તવિક સમયમાં પૂરી પાડવા સહિત તમામ મહત્વની કામગીરીઓ સરળતાથી હાથ ધરશે, જેના લીધે દર્દીને અવિરત અને ઝડપી રાહત મળી શકશે.
આ પ્રસંગે અમદાવાદના ડેપ્યુટી મેયર જતીનકુમાર પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. નાગરિકોની સલામતી અને સુવિધાના સર્વોચ્ચ મહત્વ પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે, "આ વાઇબ્રન્ટ શહેરના ડેપ્યુટી મેયર તરીકે, હું સ્ટર્લિંગ હોસ્પિટલ્સની અત્યાધુનિક ઇમરજન્સી રિસ્પોન્સ (ER) એમ્બ્યુલન્સ સેવાઓના પ્રારંભનું હાર્દિક સ્વાગત કરું છું અને તેની હૃદયપૂર્વક પ્રશંસા કરું છું. સ્ટર્લિંગ હોસ્પિટલ્સની આ ઉદાહરણીય પહેલ અમદાવાદના રહેવાસીઓના સ્વાસ્થ્ય, સલામતી અને એકંદર સુખાકારીમાં અર્થપૂર્ણ યોગદાન આપવાના તેના પ્રગતિશીલ ઉદ્દેશ્યો અને વ્યાપક દ્રષ્ટિકોણ સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે."
આ સેવાના પ્રારંભ અંગે સ્ટર્લિંગ હોસ્પિટલ્સના એમડી અને સીઈઓ સંતોષ મરાઠેએ જણાવ્યું હતું કે, “અમને અમદાવાદમાં અમારી ઇમરજન્સી રિસ્પોન્સ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરતાં આનંદ થાય છે. અમારા દર્દીઓને શ્રેષ્ઠ સેવા આપવાની અમારી અડગ પ્રતિબદ્ધતા હંમેશા અમારી પ્રાથમિકતા રહી છે. અમારા અનુભવી પેરામેડિક્સ નિષ્ણાંતો, ટેક-સપોર્ટ ટીમ અને ઝડપી રિસ્પોન્સ મિકેનિઝમ સાથે, અમે વિશ્વાસથી કહી શકીએ કે આ સેવા શહેરની ઈમરજન્સી અને આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવશે. ઉપરાંત તે દર્દીઓને ગુણવત્તાયુક્ત સેવા પૂરી પાડતી સંસ્થા તરીકે અમારી સ્થિતિને વધુ મજબૂત કરશે.”
અમારો ઇમરજન્સી વિભાગ કાર્ડિયોલોજી, ઓર્થોપેડિક્સ, ન્યુરોસાયન્સ અને અન્ય મહત્વપૂર્ણ શાખાઓમાં સિનિયર કન્સલ્ટન્ટ્સ અને સુપર-સ્પેશિયાલિસ્ટ્સની પ્રતિષ્ઠિત ટીમની આગેવાની હેઠળ ચોવીસે કલાક કાર્યરત સ્ટાફ સાથે સજ્જ છે, જે ઉચ્ચ કક્ષાની અદ્યતન, ઇન-હાઉસ ડાયગ્નોસ્ટિક ક્ષમતાઓ દ્વારા સમર્થિત છે. વધુમાં, ઇમરજન્સી વિભાગ અમારા અત્યાધુનિક ઇન્ટેન્સિવ કેર યુનિટ્સ અને મોડ્યુલર ઓપરેશન થિયેટર્સ સાથે એકીકૃત રીતે સંકલિત છે, જે દરેક દર્દી માટે તાત્કાલિક સહાય અને અવિરત અદ્યતન મહત્વપૂર્ણ સંભાળ સુનિશ્ચિત કરે છે.”
સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, અમદાવાદના ઝોનલ ડિરેક્ટર રમણ ભાસ્કરે ઉમેર્યું હતું કે, “સ્ટર્લિંગ હોસ્પિટલ્સ કરુણા અને દર્દી-કેન્દ્રિત અભિગમ સાથે અત્યાધુનિક આરોગ્ય સેવાઓને જોડીને હેલ્થકેરની નવેસરથી વ્યાખ્યા કરવા માટે પ્રતિબદ્ધ છે. ઇમર્જન્સી રિસ્પોન્સ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવી એ નાગરિકોને ઇમરજન્સીની પરિસ્થિતિમાં ઝડપથી મદદ પૂરી પાડવાના અમારા મિશનનો પુરાવો છે. અમદાવાદ રાજ્યનું હૃદય ગણાય છે અને અહીં શ્રેષ્ઠ કક્ષાની ઇમરજન્સી સર્વિસ હોવી ખૂબ જરૂરી છે. એક અમદાવાદી તરીકે, હું ખાતરી આપું છું કે છેલ્લા બે દાયકાથી સ્ટર્લિંગ હોસ્પિટલ્સ જે સમર્પણ સાથે શહેરની સેવા કરી રહી છે, તે આગળ પણ સતત ચાલુ રહેશે.”






