Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: The fragrance of flowers and the saga of history: Tourists from across the country and abroad flock to see the Ahmedabad Flower Show

VIDEO: ફૂલોની મહેક અને ઈતિહાસની ગાથા: અમદાવાદ ફ્લાવર શો જોવા દેશ-વિદેશના સહેલાણીઓનું ઉમટ્યું ઘોડાપૂર

Timeછેલ્લું અપડેટ : 01 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી વિશ્વપ્રસિદ્ધ 'ઈન્ટરનેશનલ ફ્લાવર શો'નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વર્ષે ફ્લાવર શોને "ભારત એક ગાથા" થીમ પર તૈયાર કરવામાં આવ્યો છે, જે ભારતની સંસ્કૃતિ અને વિકાસની સફરને ફૂલોના માધ્યમથી રજૂ કરવામાં આવી છે. 

App Store

વર્લ્ડ રેકોર્ડ તરફ ડગ માંડતું સરદાર પટેલનું ચિત્ર
આ વર્ષના ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું 150 ફૂટનું વિશાળ ફૂલ ચિત્ર છે. પીળા, કેસરી અને વાયોલેટ જેવા વિવિધ રંગોના જીવંત ફૂલોથી તૈયાર કરાયેલા આ ચિત્રને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે વિશાળ ફૂલના બુકે દ્વારા પણ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો.

દેશ-વિદેશના સહેલાણીઓનો જમાવડો
ફ્લાવર શોના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા. માત્ર ગુજરાત કે ભારત જ નહીં, પરંતુ સાઉથ આફ્રિકા, પુના અને દક્ષિણ ભારતથી આવેલા પ્રવાસીઓએ પણ આ શોને મન ભરીને માણ્યો હતો. મુલાકાતીઓના મતે, ફૂલોથી કંડારાયેલી આ કલા અદ્ભુત અને મનમોહક છે.

વિવિધ થીમ અને કલ્ચર
અમદાવાદ ફલાવર શોમાં માત્ર ફૂલો જ નહીં, પણ ભારતની સિદ્ધિઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. સાયન્સ ક્ષેત્રની સિદ્ધિ: ભારતની અવકાશ અને વિજ્ઞાન ક્ષેત્રની પ્રગતિને દર્શાવતા સ્કલ્પચર તૈયાર કરાયા છે.

કોમનવેલ્થ અને કલ્ચર: વિવિધ દેશોની સંસ્કૃતિ અને રમતગમતની ઝલક પણ અહીં જોવા મળી રહી છે.

લોકોનો પ્રતિસાદ 
સાઉથ આફ્રિકાના પર્યટક: "ભારતની આ કળા જોઈને હું મંત્રમુગ્ધ છું, આટલા બધા ફૂલો અને આવી સુંદર ગોઠવણી અવિશ્વસનીય છે."

પૂણે અને સુરતના પ્રવાસીઓ: "દર વર્ષે અમે ફ્લાવર શોની રાહ જોઈએ છીએ, પણ આ વખતે સરદાર પટેલનું ચિત્ર ખરેખર અદ્ભુત છે."