Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Summer monsoon in Gujarat! Heavy rains, thunderstorms predicted for next 48 hours

VIDEO: ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસું! આગામી 48 કલાક ભારે, વીજળીના કડાકા સાથે માવઠાની આગાહી

Timeછેલ્લું અપડેટ : 28 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગે એક આશ્ચર્યજનક આગાહી કરી છે. હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, એક સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) ને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને આગામી બે દિવસ કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.

App Store

કયા જિલ્લાઓમાં ક્યારે પડશે વરસાદ?

હવામાન વિભાગે તારીખ મુજબ વિવિધ વિસ્તારો માટે આગાહી કરી છે:

આવતીકાલે (29 માર્ચ): સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં મેઘરાજા દસ્તક દઈ શકે છે. જેમાં મુખ્યત્વે કચ્છ, દ્વારકા, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાનો સમાવેશ થાય છે. અહીં પવન અને વીજળીના કડાકા સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

30 માર્ચના રોજ: વરસાદની અસર ઉત્તર અને પૂર્વ ગુજરાત તરફ આગળ વધશે. બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, કચ્છ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે.

તાપમાન અને વાતાવરણ પર અસર
આ કમોસમી વરસાદને કારણે અત્યારે જે ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે, તેમાં થોડી રાહત મળશે. હવામાન વિભાગના મતે, વરસાદી માહોલને કારણે મહત્તમ તાપમાનમાં ૨થી ૩ ડિગ્રી જેટલો ઘટાડો થવાની શક્યતા છે. જોકે, આ વરસાદ વીજળીના કડાકા અને પવન સાથે હોવાથી સાવચેતી રાખવી અનિવાર્ય છે.

ખેડૂતો માટે ચિંતા
ઉનાળાના પાક જેવા કે ઉનાળુ બાજરી, તલ અને બાગાયતી પાકો (ખાસ કરીને કેરી) માટે આ કમોસમી વરસાદ નુકસાનકારક સાબિત થઈ શકે છે. માર્કેટિંગ યાર્ડોમાં પણ ખુલ્લામાં રહેલા અનાજને બચાવવા માટે તંત્ર દ્વારા અગાઉથી સૂચનાઓ આપી દેવામાં આવી છે.