Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: General rain forecast for next 7 days in Gujarat, be prepared to get soaked during Navratri

VIDEO: નવરાત્રીમાં ભીંજાવા રહેજો તૈયાર, ગુજરાતમાં આવતા 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી

Timeછેલ્લું અપડેટ : 26 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: નવરાત્રીના તહેવાર પર વરસાદ વિઘ્ન બની શકે છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ, એટલે કે 28 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહીને પગલે રાજ્યના ઘણા વિસ્તારોમાં ગરબા રસિયાઓ અને આયોજકોની ચિંતા વધી છે.

App Store

ચોમાસાની વિદાય ટાણે જ વરસાદી માહોલ
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 111 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છમાં 131 ટકા અને ઉત્તર ગુજરાતમાં 119 ટકા વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 117 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 113 ટકા અને સૌરાષ્ટ્રમાં 96 ટકા વરસાદ પડ્યો છે. હવે ચોમાસાની વિદાય ટાણે જ ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા મેઘરાજાએ જમાવટ કરી છે.

ક્યાં ક્યાં પડશે વરસાદ?
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના જુદા જુદા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

અમદાવાદમાં આજે વાદળછાયા વાતાવરણ સાથે હળવા વરસાદની શકયતા 
આગામી 27 સપ્ટેમ્બરે નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ  પડી શકે છે. આગામી 28 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. 

28 સપ્ટેમ્બરની આગાહી
ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે.

29 સપ્ટેમ્બરની આગાહી
આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

30 સપ્ટેમ્બરની આગાહી
ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે.


1 ઓક્ટોબરની આગાહી
નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની સંભાવના છે.