Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO AHMEDABAD: B.Com educated thief caught, used to go for a walk with vehicles parked under metro station

VIDEO AHMEDABAD: બી.કોમ ભણેલો ચોર ઝડપાયો, મેટ્રો સ્ટેશન નીચે પાર્ક થયેલા વાહનો લઈને ફરવા નીકળી જતો

Timeછેલ્લું અપડેટ : 21 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદ શહેરમાં મેટ્રો સ્ટેશન પાસે પાર્ક થયેલા વાહનોની ચોરી કરતા એક આરોપીની એલસીબી ઝોન-5ની ટીમે ધરપકડ કરી છે. આરોપી પાસેથી ચોરીના 14 વાહનો કબ્જે કર્યા છે. સાથે જ 9 પોલીસ મથકમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. ડીસીપી ઝોન-5 સ્ક્વોડે 4.85 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીની તપાસમાં સામે આવ્યુ કે, આરોપી માત્ર હરવા ફરવા માટે વાહન ચોરી કરતો હતો. 

App Store

9 પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી 14 વાહનોની ચોરી

અમદાવાદના મેટ્રો સ્ટેશન નીચે પાર્ક થયેલા વાહનોની ચોરી કરનાર એક આરોપીની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. આરોપીએ 9 પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી 14 વાહનોની ચોરી કરી હતી. વિકાસ ત્રિવેદી નામના આરોપીની ઝોન-5 એલસીબીએ ધરપકડ કરી છે. આરોપી મેટ્રો સ્ટેશન નીચે પાર્ક થયેલા એક્ટિવાનું લોક તોડી ચોરી કરતો. આરોપી વાહનના લોક તોડી ચોરી કરી તેનો ઉપયોગ કરી અવાવરું છોડી દેતો હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે મેટ્રો સ્ટેશન પાસે પોતાના સીસીટીવી ગોઠવી આરોપીની ધરપકડ કરી છે.

અગાઉ એક લુંટ અને 8 ચોરીના ગુનામાં સંડોવાયો હતો આરોપી

વાહન ચોરીના ગુનામાં આરોપીની ધરપકડ કરી તપાસ કરતા હકિકત સામે આવી કે, આરોપી માત્ર હરવા ફરવા માટે વાહન ચોરી કરતો અને તેનો ઉપયોગ પુરો થાય ત્યારે તેને અવાવરું છોડી દેતો હતો. જે બાદ મંદિરની રામ રોટીમાં જમી ફુટપાથ પર સુઈ જતો હતો. ઉપરાંત આરોપીએ પરિવારનો સાથ પણ છોડી દીધો હતો. આરોપી અગાઉ એક લુંટ અને 8 ચોરીના ગુનામાં સંડોવાયો હતો. જોકે પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ કરતા આરોપીની ઓળખ સામે આવી હતી. જેના આધારે તેની ધરપકડ કરી છે.

ફરવા માટે વાહન ચોરી કરતો હતો આરોપી

વાહન ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીની તપાસ કરતા સામે આવ્યુ કે, તેણે બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે અને અગાઉ નોકરી પણ કરતો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી પરિવાર સાથે વિખવાદ થતા તે એકલવાયું જીવન જીવવા લાગ્યો અને ફરવા માટે વાહન ચોરીને અંજામ આપતો હોવાનો ખુલાસો પણ થયો. જેથી પોલીસને અપેક્ષા છે કે અવાવરું જગ્યાએ પડેલા વાહનોની તપાસ કરતા ચોરીના અન્ય ગુનાનો ભેદ પણ ઉકેલાઈ શકે છે.