Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : twist in BZ scam, hearing on bail plea of ​​agent Mayur Darji

BZ કૌભાંડમાં નવો વળાંક, જામીન અરજી પર સુનાવણીમાં એજન્ટ મયુર દરજીએ કહ્યું ‘છેતરવાની વાત હોઈ તો મારા રૂપિયા…’

Timeછેલ્લું અપડેટ : 10 Dec 2024
લાઇવ ટીવીGoogle News
BZ કૌભાંડમાં નવો વળાંક, જામીન અરજી પર સુનાવણીમાં એજન્ટ મયુર દરજીએ કહ્યું ‘છેતરવાની વાત હોઈ તો મારા રૂપિયા…’

અમદાવાદ: ગુજરાતમાં BZ ગ્રુપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા એકના ડબલ કરવાની સ્કીમમાં ગુજરાત અને રાજસ્થાનમાંથી 6000 કરોડ ઉઘરાવ્યા પછી ફરાર થઇ ગયો છે. ત્રણ વર્ષમાં પૈસા બમણા કરવાની લાલચ આપીને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હજારો લોકોને છેતર્યા છે. રોકાણની સામે ત્રણ વર્ષણાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું કૌભાંડ આચર્યાનો ઘટસ્ફોટ CID ક્રાઇમે કર્યો છે.

App Store

રાજ્યમાં ચકચારી BZ કૌભાંડ કેસમાં મોટો સમાચાર સામે આવ્યા છે. BZ કૌભાંડ મામલે અત્યારસુધી 7 ધરપકડ કરવામાં આવી છે જેમાં એક મુખ્ય એજન્ટ અને ઓફિસમાં કામ કરતા 6 અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ મુખ્ય એજન્ટ મયુર દરજીના રિમાન્ડ મેળવી સીઆઇડી ક્રાઇમ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. જો કે રિમાન્ડ પૂર્ણ થતા એજન્ટ મયુર દરજીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી કરી હતી.

કોર્ટમાં BZ સ્કીમના મુખ્ય એજન્ટ મયુર દરજીની જામીન અરજીની સુનાવણી દરમિયાન નવો વળાંક સામે આવ્યો છે. એજન્ટ મયુર દરજી પોતે કૌભાંડનો ભોગ બનનાર હોવાની તેના વકીલે કરી દલીલ કરી હતી. આરોપી મયુર દરજીની નિયમિત જામીન અરજી પર ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન તેના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, “મે કુલ 1 કરોડ 09 લાખનું રોકાણ કરાવ્યું છે પણ એમાંથી 27 લાખ જેટલી રકમ મારા પરિવારની જ છે. બહેન અને પત્નીના 10-10 લાખ, માતા-પિતા સહિતના પરિવારજનોએ 28 લાખ જેટલી રકમ રોકેલી છે. છેતરવાની વાત હોઈ તો મારા પરિવારના પૈસા કંઈ રીતે રોકુ? મારા ખાતામાં જે 15 લાખ જેટલી રકમ આવેલી છે તે મને એજન્ટ તરીકે મળેલ કમિશન છે. મને કોઈ કાર ગીફ્ટમાં નથી મળી. હેરિયર અને ફોર્ચ્યુનર કારની લોન ચાલી રહી છે.”

જો કે આ મામલે હવે કોર્ટમાં વધુ સુનાવણી 12 ડિસેમ્બર 2024ના રોજ હાથ ધરાશે.

ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી ન જાય તે માટે લુકઆઉટ નોટિસ

સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાનમાં દરોડા પાડીને અનેક મહત્ત્વના દસ્તાવેજ કરીને CID ક્રાઇમે વિધિવત ફરિયાદ નોંધવા સાથે આરોપી અને ભાજપનો કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી ન જાય તે માટે L.O.C એટલે કે લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યું છે.

7 આરોપીઓની ધરપકડ

BZ ગ્રુપના કરોડો રૂપિયાનું કૌભાંડ મામલે એક એજન્ટ સહિત BZના સ્ટાફ સાથે CID ક્રાઇમે 7 આરોપીઓની ધરપકડ કરી છે. મુખ્ય એજન્ટ મયુર દરજી અને અન્ય લોકોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. CID ક્રાઇમે મયુર દરજી સહિત સાત આરોપીઓ વિશાલસિંહ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરથરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ, રણવીરસિંહ ચૌહાણની ધરપકડ કરી છે.

કપડવંજના રોકાણકારે નોંધાવી ફરિયાદ

BZ ગ્રુપની સ્કીમમાં મયુર દરજી મુખ્ય એજન્ટ તરીકે કામ કરતો હતો. મયુર દરજીએ દર મહિને 3 ટકા વ્યાજ તથા વાર્ષિક અથવા ફીક્સ એફ.ડી પર વાર્ષિક 48 % તથા બે વર્ષ માટે રોકાણ કરો તો 120% જેટલુ ઉંચુ વળતર આપવાની લોભામણી લાલચો આપી કપડવંજના કમલેશભાઇ મનુભાઇ ચૌહાણ પાસેથી જૂન 2024માં રૂ.10,000 નું તથા મિનેષ પ્રજાપતિ પાસેથી 2 લાખનું રોકાણ કરવાયું હતું. જે બાદ આજ દિન સુધી રોકાણ અંગેનો એગ્રીમેન્ટ કે રોકાણ કરેલ નાણાં પરત આપ્યા નથી. જે અંગે ફરિયાદી કમલેશભાઇ મનુભાઇ ચૌહાણે BZ ગ્રુપના CEO ભુપેન્દ્રસિંહ ઝાલા, એજન્ટ મયુર દરજી અને તેના મળતીયાઓ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

11 કંપનીઓ રડારમાં, 27 બેન્ક એકાઉન્ટ ફ્રીઝ

CID ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે મહાઠગ અને આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાએ રૂપીયાની હેરફેર માટે જુદી જુદી 11 જેટલી કંપનીઓ બનાવી હતી. ભુપેન્દ્રસિંહ ઝાલાએ જુદી જુદી બેંકોમાં 27 જેટલા બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા જેમાં શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. CID ક્રાઇમની ટીમે આ તમામ એકાઉન્ટ હાલ તો ફ્રીઝ કરી તપાસ શરુ કરી છે. આ એકાઉન્ટ્સમાં રહેલી દોઢ કરોડ રૂપિયા જેટલી રકમ પણ ફ્રીઝ કરવામાં આવી છે. આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાએ 82 કરોડમાં જે કોલેજ ખરીદી હતી તે GROW MORE FAUNDATION ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. જેને લઈને પણ હાલ તપાસ શરુ કરવામાં આવી છે.

પોલીસ અધિકારીના ખાનગી બંગલામાં સીઆઈડી ક્રાઈમની તપાસ

BZ ગ્રુપના કૌભાંડ મામલે હવે તપાસનો રેલો પોલીસ અધિકારીઓ સુધી પહોંચ્યો હતા. સીઆઈડી ક્રાઈમની ટીમે સાબરકાંઠામાં હિંમતનગરના પોલીસ અધિકારીના ખાનગી બંગલામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ પોલીસ અધિકારી ગુજરાત પોલીસમાં પીઆઈ ફરજ તરીકે બજાવે છે. હિંમતનગર - ઈડર રોડ પર આવેલ પોલીસ ઇન્સ્પેક્ટરના બંગલામાં તપાસ કરાઈ હતી. જો કે સર્ચ દરમિયાન સીઆઈડી ક્રાઈમને કોઈ જ શંકાસ્પદ વસ્તુઓ હાથ લાગી નહતી. પીઆઈ પાસે રહેલી બ્લેક વૈભવી કાર પણ ગાયબ છે. સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાના કર્મચારીના નામે ખરીદવામાં આવેલ કાર પોલીસ ઇન્સ્પેક્ટરને ભેટમાં અપાઈ હતી. વૈભવી કારને લઈને પણ સીઆઈડી ક્રાઇમે તપાસ હાથ ધરી છે.