Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : tinyurl.com/WeatherUpdate18March

VIDEO: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આફત: 18થી 20 માર્ચ સુધી આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

Timeછેલ્લું અપડેટ : 16 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: રાજ્યમાં હોળી-ધૂળેટીના તહેવાર બાદ ગરમીમાં સતત વધારો થતો રહ્યો છે. માર્ચમાં જ આકાશમાંથી અગનગોળા વરસાવતી કાળઝાળ ગરમી વરસી રહી છે. આટલુમ ઓછું હોય તેમ એક તરફ ગરમીનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે વરસાદને લઈને એક ચિંતાજનક આગાહી કરી છે.

App Store

હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાને કારણે આગામી 18, 19 અને 20 માર્ચ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પવનની ગતિ 30 થી 40 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા હોવાથી વહીવટી તંત્ર પણ સતર્ક થયું છે.

તારીખ મુજબ વરસાદની વિગતવાર આગાહી

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ.કે.દાસના જણાવ્યા અનુસાર, વરસાદની આ અસર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે:

18 માર્ચ: બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા ઉપરાંત સૌરાષ્ટ્રના જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ શકે છે.

19 માર્ચ (સૌથી વધુ અસર): આ દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળશે. જેમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતના દાહોદ, પંચમહાલ, વડોદરા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર સહિતના તમામ જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી છે.

20 માર્ચ: ઉત્તર ગુજરાતના મહેસાણા, પાલનપુર, અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદી માહોલ જળવાઈ રહેશે.

ખેતી અને જનજીવન પર અસર
માર્ચ મહિનામાં પડતા આ કમોસમી વરસાદને કારણે રવિ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને કેરી અને ઉનાળુ પાકો લેતા ખેડૂતો માટે આ માવઠું મુસીબત બની શકે છે. હવામાન વિભાગે લોકોને પવન અને ગાજવીજ દરમિયાન સાવચેત રહેવા અપીલ કરી છે. આ બદલાતા હવામાનમાં ટેક્નોલૉજીની મદદથી ખેડૂતો હવામાનના લાઈવ અપડેટ્સ મેળવતા રહે તે અત્યંત મહત્ત્વનું છે.