Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : The grand atmosphere of Navratri in Ahmedabad: Rataldi City of Dreams 2026 will be held in a new form

VIDEO: અમદાવાદમાં નવરાત્રીનો ભવ્ય માહોલ: રાતલડી સિટી ઓફ ડ્રીમ્સ 2026 નવા સ્વરૂપમાં થશે આયોજિત

Timeછેલ્લું અપડેટ : 22 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં આગામી નવરાત્રીના મહાપર્વને લઈને ગરબા રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. છેલ્લા બે વર્ષથી લોકપ્રિય બનેલું રાતલડી ધ મંડળી ગરબા આ વર્ષે એકદમ નવા સ્વરૂપ અને આકર્ષક નામ સાથે રજૂ થવા જઈ રહ્યું છે. વૈષ્ણોદેવી સર્કલ નજીક લીલાપુર સ્થિત માસ્ટર ફાર્મમાં યોજાનાર રાતલડી સિટી ઓફ ડ્રીમ્સ 2026  આ વર્ષે ખેલૈયાઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે..આયોજકોના જણાવ્યા મુજબ, આ ભવ્ય આયોજનની સૌથી મોટી વિશેષતા અંદાજે અઢી લાખ ચોરસ ફૂટનું વિશાળ પ્લેઇંગ એરિયા અને ૨૦ થી ૨૫ વીઘા જેટલી વિશાળ પાર્કિંગ સુવિધા છે. સંગીતના મોરચે પરંપરાગત મંડળી સાથે વાયોલિન, મંજીરા, ઢોલ અને શરણાઈ જેવા લાઈવ ઇન્સ્ટ્રુમેન્ટ્સનું અનોખું મિશ્રણ ગરબાના માહોલમાં નવી ઊર્જા ફૂંકશે. પ્રી-નવરાત્રીથી શરૂ થઈને નવરાત્રીના ૯ દિવસ સુધી ચાલનારા આ ૧૦ દિવસીય ઉત્સવમાં રેડ આઉટફિટ થીમ  ખાસ આકર્ષણનું કેન્દ્ર રહેશે, જે ખેલૈયાઓને સંગીત, સંસ્કૃતિ અને ભવ્યતાનો અદ્ભુત અનુભવ કરાવશે.

App Store