મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યા ઉકેલવા AMC દ્વારા ૧૪૮ વોટર લોગિંગ સ્પોટ પર CCTV લગાવાશે

અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન સર્જાતી જળબંબાકારની પરિસ્થ

તસવીર: gstv

અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન સર્જાતી જળબંબાકારની પરિસ્થિતિને પહોંચી વળવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા શહેરના ૧૪૮ જેટલા વોટર લોગિંગ સ્પોટ ચિહ્નિત કરવામાં આવ્યા છે, જ્યાં ટૂંક સમયમાં જ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. આ સીસીટીવી કેમેરાની મદદથી કંટ્રોલ રૂમ ખાતેથી જ સ્થળ પરની તાજી સ્થિતિનું સીધું મોનિટરિંગ કરી શકાશે. આ ઉપરાંત, પાણી નિકાલની કામગીરી માટે નિયુક્ત કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા છે કે નહીં અને ક્યારે પહોંચ્યા, તેની સચોટ માહિતી મળી રહેશે. તંત્રના આ હાઇટેક પગલાંથી ચોમાસા દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાંથી વરસાદી પાણીના ઝડપી અને અસરકારક નિકાલમાં મોટી મદદ મળશે.

આ સમાચાર શેર કરો